________________
મેવાડને પુનરુદ્ધાર
શરમાવે તેવી તેની સીધી લાંબી નાસિકા હતી, મૃગલેચન જેવાં તેનાં નેત્ર અણુ આળાં અને વિશાળ હતાં, શિવ ધનુષ્ય જેવી તેની કાળી ભમર હતી, શરદપૂર્ણિમાના નિર્મળ ચંદ્ર જેવું તેનું ગળ વદન હતું, પરવાળાં જેવાં તેનાં અધર હતા અને સુવર્ણ કળશ જેવાં તેનાં સ્તન હતાં. આવી રૂપનિધાન તરુણીને જોઈને વિજય કેવળ મોહમુગ્ધ થઈ ગયા અને નિર્જીવ પૂતળાની જેમ અવાફ અને સ્થિર ઊભો રહ્યો. ક્ષણવાર પછી મૌનતાને ભંગ કરીને તે તરુણીએ વિણાના જેવા મધુર સાદે કહ્યું. “વિજય ! તમે કેમ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે ? શું તમે મને ઓળખતા નથી ?”
બાનું!” વિજયે નમ્રતાથી કહ્યું. “મને માફ કરો; હું તમને ઓળખી શકતો નથી; કારણ કે મેં તમને કોઈ સમયે જોયેલા નથી.”
“શું તમે સમ્રાટ અકબરશાહના માનીતા ઉમરાવ અબુલફ જની અત્યંત રૂપશાલિની બીબી રથયાનું નામ કદિ સાંભળ્યું નથી ?” તે તરુણુએ પોતાના મુખને સહેજ મરડીને મંદ મંદ હસતાં હસતાં પૂછ્યું.
રજીયાબાનુનું નામ તો મેં ઘણી વાર સાંભળ્યું છે; પરંતુ તેમને નજરે નિહાળવાને અવસર આજસુધી મને મળ્યું નથી. શું ત્યારે તમે પિતે જ ઉદાર દિલના ઉમરાવ ફળના બીબી છે ?” વિયે આતુરતાથી સામે સવાલ કર્યો.
હા, હું તેમની જ બીબી છું અને મારું નામ રછાયા છે.” રજીયાએ ફરીથી સહાસ્ય મુખે ઉત્તર આપ્યો,
રૂપસુંદરી રછયાના હાસ્યભરિત મુખચંદ્રની અપૂર્વ શોભા જોઈને વિજય મંત્રમુગ્ધ થઈ ગયે. તેણે એ લાવણ્યના ભંડાર સમાન તરુણીના રૂપને ક્ષણવાર એક ધ્યાને અવલોકીને કહ્યું. “બાબુ ! તમે તમારા અલૌકિક સૌંદર્યનું દર્શન કરાવીને મને તમારે અત્યંત આભારી બનાવ્યા છે; પરંતુ અહીં સુધી આવવાની જહેમત તમારે શા માટે ઉઠાવવી પડી છે, તે કૃપા કરીને કહેશે?
રજીયાએ પિતાનાં ચંચળ નેત્રોને સ્થિરતાથી વિજયના મુખ ઉપર સ્થાપીને કહ્યું. “વિજય ! મારા શૌહરે તમને ભયંકર કારાગૃહમાંથી મુક્ત કરીને જે દિવસથી અહી રાખ્યા છે, તે દિવસથી અમે તમને એક ઘરના માણસ તરીકે જ ગણીએ છીએ અને તેથી તમને એક ગુપ્ત વાત કહેવાને માટે મેં આ અવસરને લાભ લીધો છે. તમે જાણો છો કે શહેનશાહ,