________________
ભાગ્યોદય
થઈ ગયો, તેણે બાદશાહના ક્રોધની અને તેના કૈધમાં ને કેધમાં મેત અગર તે એવી જ કોઈ બીજી ભયંકર શિક્ષાની આશા રાખી હતી, પરંતુ બાદશાહે જયારે તેને પ્રેમપૂર્વક બેલા, ત્યારે તે અજાયબ થાય, એ સર્વથા સ્વાભાવિક હતું. તેણે શાંતિથી કહ્યું. “જહાંપનાહ ! શી આજ્ઞા છે? શી સજા ફરમાવ છો ?”
“આજ્ઞા ! સજા બાદશાહે જરા ભારપૂર્વક પણ હસતાં હસતાં કહ્યું. “તારા જેવા લાયક, ધર્મપ્રિય વિશ્વાસુ અને ચારિત્રવાન યુવકને શહેનશાહ જલાલુદ્દીન અકબર કદિ પણ સજા કરતો નથી; કિન્તુ તેવા યુવકની
ગ્ય કદર જ કરે છે. વિજય ! મારા મિત્ર ફરજીના આવાસે એક અજાણ્યા હિન્દુ પુરુષની સાથે તે મારા તરફ વફાદાર રહેવા બાબત જે વાતચીત કરી હતી, તેથી તથા મારા ઉપર તારે જે વિશ્વાસ છે, તેથી હું તારા ઉપર ઘણે જ ખુશી થયે છું. વળી શાહજાદીના મહેલમાં આવવામાં પણ તારી બીલકુલ કસૂર નથી, એમ ફીજીએ મને સઘળી બનેલી બીના કહીને સમજણ પાડી છે અને તેથી તે તદન બેગુન્હા છે. હું એ તને કારાગૃહમાંથી મુકત કરીને જે કે સાહસ કામ કરેલું છે; તે પણ તે મારે મિત્રથી હોવાથી તેને તથા તું નિર્દોષ હોવાથી તેને પણ માફી આપું છું; પરંતુ એક વાત તારે અત્યારે ખરેખર કહેવી પડશે.”
વિજયે બાદશાહનું ઉપર્યુક્ત કથન સાંભળીને તેની સન્મુખ ઘૂંટણીએ પડીને કહ્યું. “આપની રહેમને માટે મારે આપને કેટલો અને કેવો ઉપકાર માને, તે હું સમજી શકતો નથી. આપે જયારે મને અને મારા ઉપકારી તથા દિલના અમીર અબુલફ જને માફી આપી છે, ત્યારે મારે કોઈ પણ વાતને શા માટે છુપાવવી જોઈએ ?”
વિજય!” બાદશાહે કહ્યું. “હું જે વાત તારી પાસેથી જાણવા માગું છું. તે એ છે કે ફૌજીના આવાસે તેના પુસ્તકાલયવાળા ઓરડામાં, પેલા અજાણ્યા હિન્દુ પુરુષના આગમન પહેલાં તું એક બાનું સાથે વાત કરી રહ્યો હતો, તે કેણ હતી ?”
વિજયે આશ્ચર્ય પામીને કહ્યું. “ત્યારે એ અજાણ્યા હિન્દુ જેવા જણાતા પુરુષ શું આપ પિતે ?”
હા” બાદશાહે હસીને જવાબ આપે. - “આપને નહિ ઓળખી શકવાથી મારાથી આપને ઘણે અવિનય