________________
મેવાડને પુનરુદ્ધાર
પ્રવેશ કર્યા પછી તેઓ જુદા જુદા અનેક દ્વારમાં થઈને એક ભવ્ય એારડામાં આવી પહેચ્યા; આ ઓરડામાં અકબર બાદશાહ તથા અબુલફ જ બેઠેલા હતા. બાદશાહના ફરમાન મુજબ તે પિતાના ગ્ય આસન ઉપર બેઠે, તે પછી અકબરે વિજય તરફ જોઈને કહ્યું. “વિજય! તું હજુ એક ગુન્હા પૂરતી સજા ભેગવી રહ્યો નથી, ત્યાં તે તે કેદખાનામાંથી સ્વયં છુટે થઈને બીજે પણ એક ભયંકર ગુન્હો કર્યો છે તેથી તું જ કહે કે હવે તને શી સજા કરવી ?” * વિજયે નમ્રતાથી જવાબ આપે. “જહાંપનાહ! આપને જે યોગ્ય લાગે તે સજા કરો; હું સહેવાને તૈયાર છું.”
“ઠીક છે, હું એ જ વિચારમાં છું; પરંતુ કેદખાનામાંથી તેને મુક્ત કરનાર કોણ છે, એ હું જાણવા માગું છું.” બાદશાહે કહ્યું.
“સરકાર ! કેદખાનામાંથી મને મુક્ત કરનાર ગમે તે હોય, તે સાથે આપને શું સંબંધ છે? હું એક જ ગુનહેગાર છું અને તેથી મને જે સજા કરવી હોય તે કરો.” વિજયે શાંતિથી કહ્યું.
“
વિજ્યા” બાદશાહે સહેજ આંખ ફેરવીને કહ્યું. “વાતને છુપાવીને હજુ તું તારા ગુન્હાની સંખ્યામાં વધારો કરે છે, તે યોગ્ય નથી. જે વાત સાચી હોય, તે જ કહી દે; કેમકે સાચું બોલનારને હું હંમેશાં માફ કરતે આ છું.”
“નામવર શાહ ! હું હવે કાંઈ પણ કહેવાને ઈચ્છતો નથી અને તેથી આપને જે સજા ફરમાવવી હોય તે ફરમા; હું તાબેદાર આપની ગમે તેવી અને ગમે તેટલી ભયંકર આજ્ઞાને પણ સહન કરવાને તૈયાર છું; પરંતુ હું મારા ઉપર ઉપકાર કરનારનું નામ પ્રાણુતે પણ આપની સન્મુખ લેવાને નથી. વિજયે દઢતાથી કહ્યું.
ઠીક છે, વિજય! જ્યારે તું ખરી વાત મારાથી છુપાવે છે, ત્યારે તે તને ભયંકર શિક્ષા કરવી જ પડશે.” એમ કહી બાદશાહ આસન ઉપરથી ઊભો થયો અને વિજયની છેક પાસે જઈને ઊભો રહ્યો. ફજીએ પણ બાદશાહનું અનુકરણ કર્યું.
બાદશાહે વિજયને હાથ પોતાના હાથમાં લઈને સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું. વિજય !”
- વિજય બાદશાહની આ રીતિથી તથા બેલવાની ઢબથી અજાયબ