________________
ભાગ્યોદય
પરંતુ આપ કોણ છો તથા બાક્શાહ સલામત મને શું કામ યાદ કરે છે? તેને ખુલાસો કરશે તે ઉપકાર થશે.” વિજયે ભયાતુર નજરે તેમની તરફ જોતાં જોતાં નમ્રતાથી પૂછ્યું.
“અમે આ દુનિયાના માલેક શાહનશાહ અબુલફતહ જલાલુદ્દીન મહમ્મદ અકબરશાહના કર્મચારીએ છીએ.” હિન્દુ કર્મચારીએ ઉત્તર આપતાં કહ્યું. “તેઓ આપને શું કારણથી યાદ કરે છે એ અમે જાણતા નથી; પરંતુ અમે બાદશાહ સલામતની નેક આજ્ઞાથી આપને તેમની હજરમાં લઈ જવાને માટે આવ્યા છીએ.”
ભલે, હું બાદશાહ સલામતની આજ્ઞાને માન આપી આપની સાથે આવવાને તૈયાર છું. વિજયે ધીમેથી કહ્યું.
બહુ સારું. અમારી પાછળ ચાલ્યા આવો.” એમ કહી ઉભય કર્મચારીઓ આગળ અને વિજય પાછળ એ રીતે તેઓ ત્રણે ફછના મકાનની બહાર નીકળી ગયા અને રાજ્ય મહાલય તરફ ચાલવા લાગ્યા.
કેટલાક સમય સુધી તેઓએ ચાલ્યા કર્યું અને છેવટે અકબર શાહના વિશાળ અને ગગનચુંબિત મહાયના દ્વાર પાસે આવી પહોંચ્યા. દ્વારપાળ સાથે ઘટતી વાતચીત થયા બાદ તેઓ અંદર પેઠા. વિજય આ અત્યંત મનહર અને દેવવિમાન સરખા મહાલયને જોઈને આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. યમુના નદીના કિનારે આ મહેલ બાંધવામાં આવ્યો હતો. મહેલની તમામ બાંધણી સંગેમરમરના અતિ ઉત્તલ અને ધવલ પથ્થરની હતી અને તેથી તે બરફના પહાડ સરખે શોભતો હતો. મહેલની પ્રત્યેક દિવાલ સફેદ, સુંવાળી અને ચળકતી હતી અને તે ઉપર વિવિધ પ્રકારના રંગથી પક્ષીઓ, પશુઓ અને મનુષ્યોના રંગબેરંગી અને મને હર ચિત્રો આળેખેલાં હતાં. આ સુંદર મહેલમાં પ્રત્યેક સ્થળે ભેંયતળીએ આરસ પથ્થરના જુદા જુદા રંગના ચોસલાં જડી દીધેલાં હતાં અને બીલોરી કાચ પાથરવામાં આવ્યો હતે. આ સુંદર મહેલમાં અસંખ્ય ઓરડાઓ, દિવાનખાનાઓ, આરામગૃહ, હમામખાનાઓ, ઉદ્યાને અને બાગો આવેલાં હતાં અને તે પ્રત્યેકને સર્વોત્તમ રીતે શણગારવામાં આવેલાં હતાં. આ સુંદર મહેલમાં રાતને સમયે જ્યારે અસંખ્ય દીપકે કરવામાં આવતા હતા, ત્યારે તેની શોભામાં એર વૃદ્ધિ થતી હતી, વિજય પેલા બે કર્મચારીઓની પાછળ જતો જતો મહેલની આ સર્વે શેભાને નિહાળ હતો અને મનમાં ને મનમાં જ અજાયબ થતો હતો. મહેલના મુખ્ય દ્વારમાં