________________
ભેદ ખુલે થયા
૬૩
“હા.” વિજયે દ્રઢતાથી જવાબ આપ્યા.
“મને લાગે છે કે તમે બાદશાહની ખેાટી પ્રશંસા કરા છે!; તે સવ - ગુસ’પન્ન તે। નથી જ.' તે પુરુષે કહ્યું.
એક મનુષ્ય સર્વ ગુણુસ'પન્ન તે! ન જ હોય શકે અને કદાચ હાય તે તે મનુષ્ય નહિ પણુ દેવ ગણાય.'' વિજયે કહ્યુ.
ત્યારે બાદશાહ અકબર સગુણુ સંપન્ન તા નથી જ ને?” તેણે આતુરતાથી પૂછ્યું.
હા, એ વાત તા નિવિવાદ જ છે; પરંતુ ભારતભૂમિ ઉપર અત્યારસુધી જેટલા મુસલમાન બાદશાહે। થઈ ગયા છે, તે સર્વ કરતાં શહેનશાહ અકબર એક ઉત્તમ રાજકર્તા છે, એમ હું નિખાલસ હૃદયથી કહુ છું.” વિજયે સરલતાથી કહ્યું.
“ઠીક પેલી સ્ત્રીએ તમને જે કાગળ આપ્યા હતા, તેને તમે વાંચ્યા છે ?” તે પુરુષે એક નવા સવાલ રજૂ કર્યો.
વિજયને આજ હ્યું તે કાગળનું ભાન થયુ અને તેને પેાતાના હાથમાં નહિ જોતાં નીચે આમ તેમ જોવા લાગ્યા; પરંતુ કાગળ તેની દૃષ્ટિએ પડયે। નહિ, એટલે તેણે ભયાતુર નજરે પૂછ્યું, “શું આપે એ કાગળ લીધે છે ?’
તે પુરુષે પેાતાના હાથમાં છૂપાવી રાખેલા કાગળ બહાર કાઢી વિજયને બતાવ્યા અને તે કાંઈક કહેવા જતા હતા એટલામાં એક પુરુષે ઓરડાના દ્વારમાં પ્રવેશ કર્યો. તે કુંજી હતા. વિજય અને અચાનક આવેલા જોઈને ગભરાઈ ગયા. કેમ કે જીએ તેને ગુપ્ત ઓરડામાં જ દિવસ રાત રહેવાનું કહ્યું હતું. તેમ છતાં તેની આજ્ઞાનેા ભંગ કરીને આજે તે પુસ્તકાલયના ઓરડામાં આવેલા હતા. કુંજી પેલા અાણ્યા પુરુષને જોઈને આશ્ચય પામ્યા અને કાંઈક ખેલવા જતા હતા; પરંતુ તે પુરુષે તેને ચૂપ રહેવાની અને પેાતાની પાછળ આવવાની નિશાની કરતાં બન્ને એરડાની બહાર નીકળી ગયા અને પાછળ વિજ્ય અનેક પ્રકારના તર્ક વિતર્યાં કરતા એડામાં જ ઊભા થઈ રહ્યો.