________________
પ્રકરણ ૧૨મું
ભાગ્યોદય भाग्यौं फलति सर्वत्र न विद्या न च पौरुषम्
ગત પ્રકરણમાં બનેલા વિવિધ બનાવથી વિજ્ય એટલો બધો આશ્ચર્ય મુગ્ધ અને ચિંતાતુર થઈ ગયો હતો કે તે કેટલાક સમય એરડામાં કેવળ સ્થિરભાવે અને ચૈતન્ય રહિતપણે ઊભો રહ્યો. રજીયા, અજાણે પુરુષ અને છેવટે ફળના એક પછી એક આગમનથી તથા તેમની સાથે થયેલા વાર્તાલાપથી તેનું મસ્તક બહેર મારી ગયું હતું અને તેથી તેણે તેમની સાથે શી શી વાતો કરી હતી, તેનું અત્યારે તેને કશું પણ ભાન રહ્યું નહોતું.
. અને તેથી તે પોતાના ગુપ્ત એરડામાં પુનઃ જવાને વિચાર કરીને દ્વારની બહાર નીકળે. દ્વારની બહાર નીકળતાં જ તે એકદમ ચમકી ગયો; કારણકે બે પુરુષો પોતાની તરફ ચાલ્યા આવતા તેની નજરે પડયા. વિજય આ બે પુરુષો કેણ હશે તથા તેઓ શા હેતુથી પિતાના તરફ આવતા હશે, એ વિષે વિવિધ ક૯૫નાઓ કરતો જ્યાંને ત્યાં ઊભો રહ્યો એટલામાં તે બને પુરુષ તેની છેક પાસે આવી પહોંચ્યા. વિજય જોઈ શકે કે આવેલા બે પુરુષોમાં એ હિન્દુ હતો અને બીજો મુસલમાન હતા. તેઓ રાજયના કર્મચારીઓ હોય એવું તેમણે પહેરેલા પિશાકથી તથા કમરે લટકાવેલી તલવારથી અનુમાન થતું હતું. તે ઉભય પુરુષો વિજયને લશ્કરી નિયમે સલામ કરીને તેની સામે ઊભા રહ્યા એટલે વિજયે તેમને પૂછયું. “આપ કોણ છે અને આપના આગમનનું શું પ્રયોજન છે, તે કહેશે ?”
હિન્દુ કર્મચારીએ તેને ઉત્તર આપવાને બદલે સામો સવાલ કર્યો. “આપનું નામ વિજયકુમાર કે?”
“જી, હા” વિજયે નમ્રતાથી જવાબ આપે; પરંતુ તેને તુરત જ વિચાર થયો કે પોતાના છુટકારાની ખબર બાદશાહને પડેલી જણાય છે તેથી તેણે રાજ્ય કર્મચારીઓને પોતાને પુનઃ કેદ કરવાને માટે મોકલ્યા જણાય છે.
“બહુ સારું, અમારી સાથે ચાલે; આપને બાદશાહ સલામત યાદ કરે છે.” મુસલમાન કર્મચારીએ કહ્યું.