________________
ભેદ ખુલે થયો
૫૯
શાહજાદી કે જેને પિતાના ગુરુ સમાન માનતી હતી અને તે પિતાની ઈચ્છાને પરિપૂર્ણ કરશે, એવી તેને શ્રદ્ધા હતી. એટલે તેણે વિજયને કેદખાનામાંથી છોડાવવાને માટે વિનંતિ ભરેલો પત્ર તેના ઉપર લખ્યા હતા. ફીઝીએ પિતાની શિષ્યની ઈચ્છાને માન આપીને વિજયને કેદખાનામાંથી મુક્ત કરવાનું કાર્ય જોકે મુશ્કેલ હતું અને તેમ કરવાથી બાદશાહની અપ્રીતિને પણ કદાચ વહેરી લેવી પડશે તેમ ધારેલ;–તે પણ તેણે ગુપ્ત રીતે તેને કેદખાનામાંથી મુક્ત કરીને પોતાના મકાને રાખ્યો હતો. હું એ વિજયને મુક્ત કર્યા પછી વિચારી રાખ્યું હતું કે યોગ્ય અવસરે બાદશાહને પિતાના આ સાહસની વાત કરીને ક્ષમા માંગી લઈશ અને વિજય ઉપર રહેમ કરાવીશ; પરંતુ મેવાડના રાણા પ્રતાપસિંહ સાથેના યુદ્ધ કાર્યમાં બાદશાહને રોકાઈ રહેવું પડતું હોવાથી જી હજી સુધી પોતાના વિચાર પ્રમાણે વર્તી શકયો ન .
વિજય કેદખાનામાંથી છુટ થયા બાદ ગુપ્ત રીતે ફછના મકાનમાં જ રહેતો હતો. ઉદાર દિલના છએ તેને હિન્દુને ગ્ય એવી સર્વ પ્રકારની સગવડ કરી આપેલી હતી તેથી તે ત્યાં સુખપૂર્વક રહીને કેજીની તથા શાહજાદીની મનમાં ને મનમાં ઘણી પ્રશંસા કરતો હતો. એક દિવસ પ્રાતઃકાળમાં જયારે વિજય ફજીના મકાનના પુસ્તકાલયવાળા ઓરડામાં બેઠે બેઠે એકાદ સંસ્કૃત પુસ્તકનું અવલોકન કરી રહ્યો હતો, ત્યારે એક બુરખાવાળી સ્ત્રીએ એ એરડામાં પ્રવેશ કર્યો. વિજય પુસ્તકાવલોકનના કાર્યમાં એટલે બધો મશગૂલ થઈ ગયો હતો કે તેને એ સ્ત્રીના આગમનની કશી પણ ખબર પડી નહિ. પેલી સ્ત્રીએ તેના પિતાના કાર્યમાં તલ્લીન થયેલો જોઈને તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની ખાતર ધીમેથી ઉધરસ ખાધી. તે સ્ત્રીએ વિજયનું ધ્યાન પિતાની તરફ ખેંચવાને અજમાવેલો ઉપાય આબાદ નિવડશે. કારણ કે વિજય તુરત જ પુસ્તકને બંધ કરીને તેની સામે જોયું અને તેના બુરખા વગેરેની ઢબ ઉપરથી તેને કેાઈ અમીરની સ્ત્રી ધારીને તે તેને માન આપવાને આસન ઉપરથી તુરત જ ઊભો થઈ ગયો. વિજયને સાવધ થયો જોઈને તે સ્ત્રી ઓરડાના મધ્ય ભાગમાં આવી અને પોતાના મોઢા ઉપરથી બુરખાને દૂર કરીને તેની સામે અર્થસૂચક દ્રષ્ટિએ જોતી ઊભી રહી. વિજય એ સ્ત્રીના લાવણ્યને અને તેના સંદર્યને નિહાળીને આશ્ચર્યમાં લીન થઈ ગયે. વિજયે જોયું કે તે સ્ત્રી પચીસેક વર્ષની પરમ યૌવનવતી મુસલમાન તરુણી હતી, દાડમની કળીઓને લજાવે તેવા તેના તીણું દાંત હતા, પિપટની ચાંચને