________________
મેવાડના પુનરુદ્વાર
B
મારા જીવનદેવતાના
સમસ્ત શરીરમાં સુખ્ત વેદના થાય છે; શુ કરુ' એ શબ્દો ખેાહ્યા સિવાય ચાલતું નથી. તમને મારા સ્થાન આપવાને તૈયાર છું, તમને મારા માથાના મુકુટ ખનાવવાને તૈયાર છું, તમને ખરા પ્રેમથી ચાહવાને તૈયાર છું, તમને મારું જીવન અણુ કરવાને તૈયાર છુ' અને તમને ભેટવાને પશુ તૈયાર છું – બધી રીતે હું તૈયાર છું; પરંતુ હાય, મારાથી તેમ થઈ શકતું નથી. હે પરમાત્મા ! હુ` કેટલી બધી નિષ્ઠુર હૃદયની છું કે મારે સ્વમુખે મારા સ્વામીના તિરસ્કાર કરવા પડે છે ? મહેાબ્બતખાં ! હૃદયના સર્વ ભાર આજ તમારી સન્મુખ ખાલી કરી નાંખ્યા છે. હવે જાએ, ચાલ્યા જાઓ, આ ક્ષણે જ પલાયન થઈ જાએ, આસમાન જમીન એક થાય, મેરૂ ચલિત થાય, સૂર્યની ઉષ્ણુતાના નાશ થાય, ચંદ્રની સૌમ્યતા ચાલી જાય અને સમુદ્રની મર્યાદાના લાપ થાય, તા પણ્ હું તમારા પ્રેમના સ્વીકાર કરી શકીશ નહિ; કારણ કે તમે નિષ્ઠુર છેા, જાતિ. દેશ અને ધર્માંના દ્રોહી છે, અમારા શત્રુના દાસ છે, અરે એટલું જ નહિં પશુ તમે મનુષ્ય નહિં પણુ પશુ છે, દેવ નહિં પણુ દાનવ છે. અને તેથી જ હું અને તમે કદિ પણ એક થઈ શકશુ નહિ. તેમજ એ પણુ ખરુ` છે કે આ શરીર કે જે તમને વાગ્યાનથી અપણુ થયેલું છે, તે આ જીન્નનમાં કદાપિ અન્યનું પણ થશે નહિં.”
૫૬
પરંતુ
હૃદયમાં
મહોબ્બતખાંએ ધીરજથી યમુનાનું ઉપર્યુંકત કથન સાંભળી લીધું અને ત્યાર પછી આશાના ત્યાગ કરીને કહ્યું, 'યમુના! તારા છેવટના શબ્દોથી મને સાષ થયા છે, પરંતુ તું અહી એકલી ક્રમ રહેલી છે? પ્રતાપસિંહના પરિવાર સાથે તુ કેમ ચાલી ગઈ નથી?''
યમુનાએ શાંતિથી જવાબ આપ્યા,
મહેાબ્બતખાં ! તમે માગલ સેનાના સેનાપતિ થઈને આવ્યા છે, એ જાણીને તમને એક વખત મળવા અને મળીને હૃદયના ભાર એણે કરવાને માટે જ હું' પાછળ એકલી રહી હતી. હવે હું જાઉં છું અને તમે પશુ જાએ; પરંતુ એ પહેલાં પરમાત્મા પાસે એટલી પ્રાથના કરું છું કે તમે કરેલી ભૂલનેા પશ્ચાતાપ કરવાના સમય તમને તે વિશ્વનિયતા કૃપા કરીને જરૂર આપે.'
એટલું કહીને યમુના મહે।બ્બતખાં તરફ કટાક્ષદ્રષ્ટિ કરીને ત્યાંથી ત્વરાથી ચાલી ગઈ. તેના ગયા પછી મહેાબ્બતમાં ધીમા પગલે અને ઉદાસ મુર્ખ છાવણી તરફ્ પાછા ફર્યાં.