________________
પ૪
મેવાડને પુનરુદ્ધાર
તમારે વિવાહ સંબંધ મારી સાથે કર્યો છે, એ તે તમે ભૂલી ગયા નથીને ?” મહેબૂતખાંએ સામે સવાલ કર્યો.
“નહિ, એ વાત તો જીવન પર્યત ભૂલી શકું તેમ નથી.” યમુનાએ ઉત્તર આપે.
તે પછી તમે મારી સાથે ચાલે, હું તમને મારા ખરા જીગરથી ચાહું છું.” મહેબતખાંએ હસૂચક સ્વરે કહ્યું.
જે તમે મને ખરા જીગરથી ચાહે છે, તો પછી અત્યાર સુધી મને કેમ વિસરી ગયા હતા ? અત્યાર સુધી મારી સંભાળ કેમ લીધી નહતી ?” યમુનાએ પૂછ્યું.
“રાજકાર્યમાં પડીને એ વાત હું ભૂલી ગયે હતો. મને માફ કરે.” મહેમ્બતખાંએ નમ્રતાથી કહ્યું.
“મહેબૂતખાં! તમારી થયેલ ભૂલ માફ કરવાને મને હરકત નથી; પરંતુ તમે બીજી કેટલીક ભૂલે એવી ભયંકર કરી છે કે જેને માટે ક્ષમા આપી શકાય તેમ નથી.” યમુનાએ કહ્યું.
ત્યારે શું તમે મને ચાહતા નથી ?” મહેબતખાએ પૂછ્યું. ચાહું છું અને ધિક્કારું પણ છું.” યમુનાએ જવાબ આપે.
“ચાહવું અને ધિક્કારવું, એ બને એક સાથે થઈ શકે ખરું ?” મહેમ્બતખાંએ પુનઃ પૂછ્યું.
“હા” યમુનાએ કહ્યું. “શી રીતે ?” મહેમ્બતખાએ આશ્ચર્યયુકત સ્વરે પૂછયું.
મારા પતિ તરીકે તમને ખરા જીગરથી ચાહું છું તેમજ દેશના દ્રોહી તરીકે તમને ધિક્કારું પણ છું.” યમુનાએ સ્પષ્ટતાથી જવાબ આપે.
મહેબૂતખાંએ આ વખતે પોતાના સૈનિ તરફ જોયું એટલે તેઓ પિતાના સેનાપતિની મન આજ્ઞા સમજીને ત્યાંથી દૂર ચાલ્યા ગયા.
સૈનિકે ગયા પછી મહેબૂતે કહ્યું “યારી યમુના! જ્યારે તું મને તારા પતિ તરીકે ચાહે છે, ત્યારે હું દેશદ્રોહી છું, એ વાતને ભૂલી જઈને તેરે સંપૂર્ણ પ્રેમ મને આપ અને મારા સંપૂર્ણ પ્રેમને હું પણ સ્વીકાર કર.”
મહેબતખાં ! એમ બનવું અશકય છે.” યમુનાએ ધીમેથી કહ્યું.