________________
મેવાડની માનિની
“એ હું સારી રીતે જાણું છું.” બાળાએ ઉત્તર આપ્યો.
તે પછી મને, “તમને પ્રશ્ન પૂછવાનો શો અધિકાર છે?” એમ શા માટે પૂછે છે ?” મહેમ્બતખાંએ કહ્યું.
પણ તમે પ્રશ્ન પૂછનાર કોણ છે, એ જાણ્યા સિવાય હું તેને ઉત્તર આપવાને ખુશી નથી.” તે બાળાએ સ્પષ્ટતાથી કહ્યું,
હું ભારતસમ્રાટને સેનાપતિ મહેબતખાં.” મહેબૂતખાએ પિતાને પરિચય કરાવ્યું.
શું તમે સાગરસિંહના પુત્ર મહોબ્બતખાં ?” બાળાએ આશ્ચર્યયુક્ત સ્વરે સામે સવાલ કર્યો
“હા.” મહેબતખાંએ અભિમાનથી પોતાનું મસ્તક ઉનત કરતાં કહ્યું. “તે પછી તમે મને ઓળખી શકતા નથી ?” બાળાએ પુનઃ સવાલ
કર્યો.
મહેબતખાંએ બાળા પ્રત્યે ધ્યાનપૂર્વક જોઈને ઉત્તર આપ્યું. “તમને પ્રથમ જોયા હોય એમ જણાય છે; પરંતુ હાલ તમને ઓળખી શકતો થી,”
જે મનુષ્ય પોતાની જાતિનો, પોતાના સમાજને, પોતાના દેશને અને પિતાના ધર્મને સર્વથા ત્યાગ કરીને અન્ય ધર્મને સ્વીકાર કર્યો છે, તે નિષ્કર મનુષ્ય પોતાની આત્મીય વ્યકિતને ઓળખી ન શકે, એ સ્વાભાવિક જ છે મહાબતખાં ! તમે જ્યારે મને એળખી શકતા નથી, ત્યારે મારે તમને મારે પરિચય કરાવવો પડશે. સલું બરરાજની કન્યા યમુનાને તમે કદિ જોઈ છે? તેને તમે ઓળખો છો ?” રાજપૂત બાળાએ અભિમાનથી કહ્યું.
હા, શું તે જ તમે યમુના ! “મહેબતખાંએ અજાયબ થઈને કહ્યું. “તમને એક વખત પ્રથમ જોયા હતા, પરંતુ તે વખતમાં અને અત્યારના વખતમાં ઘણો ફેર પડી ગયા છે, તે સમયે તમે એક ખીલતી કળી સમાન નિર્દોષ બાલિકા હતા અને અત્યારે વૌવન વયને પામેલા મુગ્ધા બાળા છે; તમને નહિ એાળખવાનું કારણ માત્રા સમયને ફેરફાર જ છે.”
યમુના મહેમ્બતખાં સામે તેજસ્વી નયનેએ જતી ઊભી હતી; તેણે આમાં રતાશ લાવીને પૂછ્યું, “હવે તમે શું કરવા ધારે છે ?”
શું કરવા ધારે છે, એ પ્રશ્ન શા માટે પૂછે છો ? તમારા પિતાએ