________________
મેવાડની માનિની
પ૧
ગોવિંદસિંહે કહ્યું. “મહારાણું ! મંત્રીશ્વરનું કથન અક્ષરશઃ સત્ય છે. આપણે માથે ગમે તેટલાં સંકટ આવી પડે; તે પણ તેને સહેવામાં અને તેને
ગ્ય અવસરે પ્રતિકાર કરવામાં જ આપણે આપણું સામર્થ્યને ઉપયોગ કરવો, એ જ હિતાવહ છે; કાર્યમાં ઉતાવળા થવાથી અર્થ સરે તેમ નથી.”
“ભામાશાહ અને ગોવિંદસિંહ ! તમારું ઉભયનું કહેવું હું સ્વીકારે છું અને તે પ્રમાણેના વર્તનને જ હું ડહાપણુ ગણું છું; પરંતુ સહનશીલતાની કાંઈ હદ હેવી જોઈએ કે નહિ ? આપણે ચિત્તડ, ઉદયપુર અને પ્રિયભૂમિ મેવાડનો ઘણોખરો પ્રદેશ ગુમાવી બેઠા છીએ અને માત્ર કમલમેરને એક જ કિલ્લો આપણા હસ્તગત રહેલો છે, તેમ છતાં મિથ્થા બચાવ કરવાના પ્રયાસો કરવા, એ શું મૂર્ખતા નથી ? હલદીઘાટના યુદ્ધમાં શત્રુઓને જેવી હાથ આપણે બતાવ્યો હતો, તેવો જ હાથ ફરીથી એક વખત બતાવવાને આ અવસર આવેલો છે; માટે હવે તે યાહોમ કરીને શત્રુદળ ઉપર સિંહની જેમ તૂટી પડીને ભાગ્યને અજમાવી જેવું એ જ આપણું માટે ઉચિત છે.” પ્રતાપસિંહે મૂછોના આંકડા વાળતાં કહ્યું.
“હું પણ મહારાણાના મતને ઉચિત ગણું છું.” રણવીરસિંહે આવતાં વંત મહારાણાને નમીને કહ્યું. “કારણ કે આપણે સર્વનાશ થવામાં હવે એક ક્ષણને પણ વિલંબ નથી.”
કેમ શું કાંઈ નવિન ખબર મળી છે ” ભામાશાહે આતુરતાથી
પૂછયું.
હા, હું જે નવિન ખબર લાવ્યો છું, તે એટલા બધા ભયંકર છે કે જેને સાંભળતાં આપ સર્વને સખેદાશ્ચર્ય થશે. આબુપતિની સલાહથી શત્રુઓએ પીવાના પાણીના કુવામાં કોઈ પાસે વિષ નંખાવ્યું છે અને તેથી જે લોકે કૂવાનું પાણી પીએ છે, તે તુરત જ મૃત્યુવશ થઈ જાય છે. કહે, હવે પાણી વિના આપણે કિલ્લામાં ભરાઈ રહીને શું ફળ મેળવશું ?” રણવીરસિંહે ભવાં ચડાવીને ઉત્તર આપ્યો.
ત્યારે તે આપણે કિલ્લાને સત્વર ત્યાગ કરવો પડશે.” ભામાશાહે કહ્યું.
“એ સિવાય બીજો ઉપાય પણ રહેલે નથી.” સલ્બરરાજે કહ્યું. મેગલ સેનાપતિ શાહબાજ ખાં અને મહાબતખાને પ્રતાપસિંહે