________________
૪૮
મેવાડને પુનરુદ્ધાર
કાસમના ફરમાન અનુસાર ભાઈઓ, લીલાદેવીના શબયુક્ત યાનાને તેના મકાનમાં ગુપચુપ મૂકી આવ્યા, ત્યાં સુધી કોઈને ખરી હકીકતની ખબર પડી નહિ. હરરાજની નાની પુત્રી ચંપાદેવી પિતાની મોટી બહેન લીલાદેવી સાથે જ રહેતી હતી બેગમ જોધબાના આમંત્રણથી લીલાદેવી રાજયમાલયમાં ગઈ હતી, એ તે જાણતી હતી અને તેથી તે સંધ્યા સમય સુધી પિતાની બહેનના આગમનની રાહ જોતી એકાદ પુસ્તક વાંચતી એક ઓરડામાં બેઠી હતી. તે પુસ્તક વાંચી વાંચીને કંટાળી ગઈ તો પણ લીલાદેવીના આગમનની ખબર મળી નહિ એટલે તે પુસ્તકને પડતું મૂકી તેના શયનખંડ તરફ જવાને તૈયાર થઈ. પરંતુ એટલામાં એક દાસીએ આવીને ધ્યાને આવવાના ખબર આપ્યા અને તેથી તે ઉતાવળી ઉતાવળી ગ્યાના પાસે ગઈ. ભોઈ સ્થાને મૂકીને ચાલ્યા ગયા એટલે તેણે લીલાદેવીને સંબોધીને કહ્યું. “બહેન ! બહાર આવો; ભોઈઓ ચાલ્યા ગયા છે. અહીં ફકત હું અને દાસી બે જ છીએ.”
માનામાંથી કોઈએ કાંઈ પણ ઉત્તર આપ્યો નહિ; તેમ તેમાંથી કોઈ બહાર પણ નીકળ્યું નહિ.
ચંપાદેવીએ પુનઃ કહ્યું: “બહેન ! કેમ કાંઈ જવાબ આપતાં નથી ? બહાર આવો; અહીં કોઈ પુરુષ નથી.”
એ પ્રમાણે કહ્યા છતાં પણ ઉત્તર મળે નહિ એટલે તેણે યાના ઉપરના કપડાને કાઢી નાંખ્યું અને જોયું તે લીલાદેવી મૃતવત્ સ્થિતિમાં પડેલી હતી. ચંપાદેવી તથા દાસી આ શો પ્રકાર છે, તે પ્રથમ સમજી શકયા નહિ; પરંતુ જ્યારે તેમણે બરાબર ધ્યાનપૂર્વક જોયું ત્યારે ખરી હકીકત સમજવામાં આવી ગઈ. લીલાદેવીના શબને આવી સ્થિતિમાં જોઈ ચંપાદેવીની મતિ મુંઝાઈ ગઈ અને હવે શું કરવું તથા શું ન કરવું, એના ગહન વિચારમાં તે પડી ગઈ, પરંતુ એટલામાં પૃથિવીરાજ કરમચંદની સાથે ત્યાં આવી પહોંચ્યો. તેણે આવતાં જ પૂછયું, “ચંપા ! માને હજુ કેમ અહીં પડે છે ?'
ચંપાદેવીએ તેને કાંઈ પણ ઉત્તર નહિ આપતાં માના ઉપરનું કપડું ફરીથી કાઢી નાંખ્યું અને પૃથિવીરાજને ઈશારતથી જેવાને સૂચવ્યું.
તેણે જોયું; બરાબર જોયું અને તેથી તેની આંખે અંધારા આવવા લાગ્યાં. તેણે આશ્ચર્યચકિત સ્વરે પૂછ્યું. “આ શું! લીલાદેવીનું શબ ?”