________________
૪૬
મેવાડને પુનરુદ્ધાર
પુરુષનું મુખ પણ ભાગ્યે જ જોતી હતી. પૃથિવીરાજ નજરકેદીની સ્થિતિમાં હોવા છતાં પણ લીલાદેવી જેવી સદ્દગુણી અને સાધવી સ્ત્રીના પ્રેમ અને સહવસથી પિતાને સુખી માનતે હતો. અકબરે જો કે તેને નજરકેદમાં રાખેલ હતો; તે પણ તે તેનું માન સારી રીતે સાચવતો અને તેને કઈ પણ પ્રકાર ની શંકા કરવાનું પ્રજન આપતા નહતા
એક જ માતપિતાના બન્ને સહેદર બંધુઓમાં જેમ કઈ કઈ સમયે આસમાન જમીનને તફાવત હોય છે, તેમ પૃથિવીરાજ અને તેના વડિલ બંધુ રાયસિંહમાં પણ તેટલો જ તફાવત હતો. રાયસિંહ બીકાનેરને સ્વતંત્ર રાજા હતો; તો પણ તેણે શહેનશાહ અકબરથી ડરી જઈને ગુલામગીરી સ્વીકારવા ઉપરાંત પોતાની પુત્રી પણ શાહજાદા સલીમને આપી હતી. રાયસિંહમાં પૃથિવીરાજ જેવા ઉત્તમ ગુણેનો સર્વથા અભાવ હતો. તે ઘણે જ દુરાગ્રહી અને ક્રોધી હતા તથા તેને પોતાની પ્રશંસા બહુ જ પ્રિય હતી વિશેષમાં તે એવો ઉડાઉ હતો કે તેણે રાજાને સઘળે ખજાને ખુશામતખોર ભાટ – ચારણોને આપી દેવામાં ઉડાવી દીધો હતો.
મંત્રી કરમચંદ તેને બહુ સમજાવત; પરંતુ તે તેનું કથન બીલકુલ લક્ષ્ય પર લેતે નહિ. કરમચંદે બીકાનેરનું ભવિષ્ય ભયંકર જાણીને રાયસિંહને ઠેકાણે લાવવા ઘણે પ્રયાસ કર્યો, પરંતુ તેનું પરિણામ બહુ જ ખરાબ આવ્યું. રાયસિંહે પિતાના સ્વામિભક્ત મંત્રીનું સખ્ત રીતે અપમાન કર્યું અને તેના ઉપર રાજદ્રોહનું તહોમત મૂકયું, તેથી વ્યવહારકુશળ કરમચંદ, એકદમ બીકાનેરને ત્યાગ કરી પોતાના કુટુંબ સહિત દિલ્હી ચાલ્યો આવ્યો અને પૃથિવીરાજને મળી તેને સઘળી વાતથી વાકેફ કર્યો. પૃથિવીરાજ પિતાના બંધુ રાયસિંહને સ્વભાવ જાણતો હતો; તેથી તેને સમજાવીને પોતાની પાસે રાખી લીધો. બાદશાહ અકબરે કરમચંદની કુશળતાની પરીક્ષા કરી તેને પોતાના દરબારમાં સારા સન્માનપૂર્વક નિયત કર્યો હતો.
* બાબુ ઉમરાવસિંહ ટાંક, બી. એ. એલ. એલ. બી. “Some Distinguished Jains” નામક પોતાના પુસ્તકમાં આ સંબંધમાં લખે છે કે કરમચંદ શહેનશાહ અકબરને શરણે ગયે જાણે તેના ઉપર વેર લેવાની સપ્ત પ્રતિજ્ઞા રાયસિંહે કરી હતી, પરંતુ તેનાથી એ પ્રતિજ્ઞા પૂરી થઈ શકી નહોતી. તેના અને કરમચંદના મૃત્યુ પછી તેના પુત્ર સૂરસિંહે કરમચંદના પુત્રો