________________
પ્રકરણ ૯શું. કાવ્યવિદ પૃથિવિરાજ
ઈતિહાસ પ્રસિદ્ધ બીકાનેરનું રાજ્ય. તેના મૂળ પુરુષ બીકાએ તેના મંત્રી વત્સરાજની સહાય અને કાર્યકુશળતાથી સ્થાપ્યું હતું. મહારાજ જોધારાવને પુત્ર બીકે અને વીર જૈસલજીને ફત્ર વત્સરાજ-એ ઉભયે જંગલના શંકલાઓ ઉપર માત્ર ત્રણસો માણસો લઈને હૂમલે કર્યો હતો અને તેમને હરાવીને તેમના પ્રદેશને કબજે કરી લીધે હતો. ત્યારબાદ વિજયી બીકાએ ભટ્ટીઓના તાબાને ભાગેર પ્રદેશ સર કરી સંવત ૧૫૪૫ (ઈ. સ. ૧૪૯૮) ના વૈશાખ માસની અજવાળી પાંચમે તેણે બીકાનેર વસાવ્યું. વત્સરાજ પણ પિતાના કુટુંબ સહિત આ નવી સ્થપાયેલી રાજધાનીમાં આવીને રહેવા લાગે અને તેણે મંત્રીપદેથી બીકાનેરને આબાદ બનાવ્યું. તેણે વત્સસાર નામક એક ગામ પણ વસાવ્યું હતું. વસરાજ ઘણે જ ધર્માત્મા પુરુષ હતો. તેણે જૈન ધર્મની પ્રભાવના માટે બહુ જ ઉદ્યોગ કર્યો હતો અને તેણે તીર્થાધિરાજ શત્રુંજય તીર્થની યાત્રા પણ કરી હતી. મહારાજ બીકાથી લઈ ઉત્તરોત્તર રાજા રાજસિંહના અમલ સુધી વત્સરાજના વંસજેએ રાજ્યના મંત્રી અને સલાહકાર તરીકે સેવા બજાવી હતી. વત્સરાજના વંશમાં ઘણું અનુભવી અને વિદ્વાન પુરુષો ઉતપન્ન થયા હતા અને તેમણે દરેક રાજ્યકાર્ય જ નહિ; કિંતુ યુદ્ધકાર્યમાં પણ ભાગ લઈ પોતાની બહાદૂરી બતાવી આપી હતી. વત્સરાજના વંશજો પૈકી વરસિંહ અને નરસિંહ ઉભય ભાઈઓએ લોદીની સાથેના યુદ્ધમાં અતીવ્ર પરાક્રમ કરેલું હતું. મેગલ શહેનશાહ અકબરના સમયમાં બીકાનેરની ગાદીએ રાવ કલ્યાણસિંહને મોટો કુંવર રાયસિંહ હતો અને તેને મંત્રી કરમચંદ વત્સરાજને વંશજ હતા. મંત્રી કરમચંદ બણે જ વિદ્વાન અને બુદ્ધિસંપન્ન હતો તથા વ્યવહારિક જ્ઞાનમાં પણ ઘણે કુશળ હતો. રાજા રાયસિંહે અન્ય રાજપૂત રાજાઓની પિઠે શહેનશાહ અકબરની તાબેદારી સ્વીકારી હતી અને તેના પુત્ર સલીમને પિતાની કન્યા પણ આપી હતી. બાદશાહે તેના બદલામાં રાયસિંહને ચાર હજારી સેનાપતિની પદવી આપી હતી. રાજા રાવસિંહને નાનો ભાઈ પૃથિવિરાજ બહુ વિદ્વાન અને કાવ્યવિદ હતા તથા રાયસિંહ કરતાં ઘણું જ બહેશ અને વીર પુરુષ હતો; તેથી શહેનશાહ અકબરે તેને પોતાને મિત્ર બનાવીને