________________
૪ર
મેવાડને પુનરુદ્ધાર
અકબરે ખડખડાટ હસીને કહ્યું. “પ્રાણેશ્વરી ! રૂ૫ આગળ આબરૂને સવાલ તુચ્છ છે. આબરૂ કરતાં રૂપસુંદરીને હું વધુ પસંદ કરું છું; માટે એ વાત જવા દે પ્રિયા ! અને મારા બળતા હૃદયને તથા શરીરને તમારા સુખકર સમાગમથી શાંત થવા દો.”
બાદશાહના અતિ નિંદ્ય વચને સાંભળી લીલાદેવી એકદમ તિરસ્કારથી બોલી ઊઠી. “નરાધમ ! ચંડાળ ! જીભ સંભાળીને વાત કરો. હું રાજા રાયસિંહની પત્ની જેવી ભોળી નથી કે તમારા વચનેથી લેભાઈ જઈ તમારી માગણીને સ્વિકાર કરું ? આતો પૃથિવિરાજ સિંહની સિંહણ છે. તેને સ્પર્શ કરવાથી યાદ રાખજો કે તમારા પ્રાણ ખચિત જોખમમાં આવી પડશે. બાદશાહ ! માટે મને અહીથી સુખરૂપ જવા દો.'
“સુંદરી !” અકબરે દીનતાથી કહ્યું. “જવાની વાત શા માટે કરે છે ? કયાં સુધી શરમમાં રહેશે ? હવે હદ થઈ છે ! આવાં સ્ત્રીચરિત્ર તે મેં કોઈ સ્ત્રીનાં જોયાં નથી. માટે ઘૂંધટને હવે દૂર કરીને આ રૂપના તૃષાતુરને તમારા અનુપમ અને બેનમૂન રૂ૫નું પાન કરવા દે. હિન્દુસ્થાનને બાદશાહ ઊઠીને તમારી પાસે પ્રેમની ભિક્ષા માગે છે. શું તમે તેને નિરાશ કરશે ?
શયતાન !” લીલાદેવીએ ઉત્તેજક સ્વરે કહ્યું. “મહાન ઐશ્વર્યશાલી બાદશાહ થઈને તું એક સતિ નારીના સતિત્વનું ખંડન કરવા તૈયાર થયે છે; પરંતુ હું પરમાત્માના સોગન ખાઈને કહું છું કે પ્રાણ પણ તારી ઈચ્છા પૂર્ણ થવાની નથી; મને જવા દે; હું તને પ્રાર્થના કરું છું કે મને સુખરૂપ જવા દે, નહિ તે પરિણામ સારું નહિં આવે !”
“સુંદરી ! શા માટે હઠ કરે છે ? તને ખબર છે કે હું કેણ છું ? આખા હિન્દુસ્થાનને બાદશાહ તારી આગળ હજારવાર માથું નમાવવા તૈયાર છે. જેનું નામ સાંભળતા શત્રુઓ ભયાતુર થઈ જાય છે, તે તારા પ્યાર ગુલામ બનવા આતુર છે અને જેના બાહુબળથી રાજસ્થાન જેવો અટકી દેશ પાયમાલ થયો છે, તે તેને પોતાની સામ્રાજ્ઞી બનાવવા માગે છે, તેનું શું તું અપમાન કરે છે? શા માટે ભાવિ સુખને તિલાંજલી આપે છે? જેમ એક ભેગી ભ્રમર પ્રેમની ખાતર પોતાના પ્રિય કમળની અંદર મરવાને માટે તૈયાર થાય છે તેમ હું તારા રૂપની આગળ મારા પ્રાણની પણ દરકાર કર્યા વિના મરવાને તૈયાર છું. માટે મારી વિનતિને સ્વીકાર કર. હું તને