________________
નોરેજને હેતુ
૪૩
મારા ખરા જીગરથી ચાહું છું અને તેથી જો તું મારી ઈચ્છાને આધિન થઈશ તો તને પરમ સુખી બનાવીશ.” અકબર એમ કહીને લીલાદેવીની અત્યંત નજીક ગયો અને તેને કોમળ કર પકડીને તેને આલિંગન આપવા તૈયાર થયે.
લીલાદેવી તેની દુષ્ટ ઈચ્છા કળી ગઈ અને ભયથી તેનું અંગ ધ્રુજવા લાગ્યું, પરંતુ પરમાત્માના પવિત્ર નામનું સ્મરણ કરીને તે બે-ત્રણ પગલાં પાછળ હઠી અને પિતાના વસ્ત્રોમાં છુપાવી રાખેલી કટારી કાઢીને બેલી.
નરપિશાચ ! અહીથી ચાલ્યા જાય નહીં તે તારું કે મારું એકનું જીવન અત્યારે સમાપ્ત થશે.”
અકબર લીલાદેવીના આ સાહસથી, જરા ભય પામે અને ક્ષણવાર ચિત્રવત સ્થિતિમાં ઊભો રહ્યો. લીલાદેવીએ આ વખતે પોતાના મુખ ઉપરથી ઘુંઘટ કાઢી નાખ્યો હતો. તેનું મુખ લાલચોળ થઈ ગયું હતું અને તેની આંખોમાંથી અગ્નિ વરસતો હતો; તેમ છતાં તે એટલી સુંદર અને મોહક લાગતી હતી કે અકબર પુનઃ મોહવશ થઈ તેની પાસે ગયો અને તેને હાથેથી પકડી પિતાના તરફ ખેંચી. સતી લીલાદેવીના અંગમાં આ વખતે સતિત્વના પ્રભાવે વે બળ પ્રેર્યું અને તેથી તે એક જબરો ઉછાળા મારી તેના હાથમાંથી છુટી ગઈ. લીલાદેવીએ તેના હાથમાંથી છુટતા જ પિતાના ઉદરમાં કટારી જોરથી બેસી દીધી. સતિને અમર આત્મા તેના દેહમાંથી પ્રયાણ કરી ગયો અને શબ ત્યાં પડયું રહ્યું. અકબર આ અણચિંતવ્યા બનાવથી કેવળ મંત્રમુગ્ધ થઈ ગયું અને હવે શું કરવું એના વિચારમાં પડી ગયું. તે ઓરડામાંથી એકદમ બહાર આવ્યું અને કાસમને બોલાવી તેના કાનમાં કાંઈક ગુપ્ત વાત કહીને પોતાના ખાનગી ખંડમાં ચાલ્યા ગયા.
આ સમયે રાત્રિનો અંધકાર વ્યાપી ગયો હતો અને તેથી રાજ્યમહાલય અસંખ્ય દીપમાળાથી શોભી રહ્યો હતો, કાસમ, લીલાદેવીનું શબ પડયું હતું તે ઓરડામાં ગયે અને તેને એક મ્યાનામાં મૂકી ભઈઓને સમજાવીને ધ્યાને રવાના કરી દીધો.