________________
કાવ્યવિદ પૃથિવિરાજ
૪૫
પિતાના દરબારમાં નજરકેદ જેવી સ્થિતિમાં રાખ્યા હતા. પૃથિવીરાજ બાદશાહની કપટકળાને સારી રીતે જાણતો હતો અને પોતાના ભાઈએ તેની તાબેદારી સરકારી, તે માટે તે નારાજ હતોપરંતુ બાદશાહે તેને નજરકેદ રાખેલો હોવાથી તે કશું કરી શકે તેમ નહતો. પૃથિવીરાજ જેમ એક વીર પુરુષ હતા તેમ તે કવિ પણ હતા. તેણે સંસ્કૃત અને પ્રાકૃત બને ભાષામાં ઉત્તમ કવિતાએ કરેલી છે. વિશેષમાં તે મારવાડી ભાષાની કવિતા કરવામાં ઘણો જ નિપુણ હતો. તેણે પૃથ્વિીરાજ વેલ” તથા “રૂકિમણી લતા' વગેરે ઈશ્વર ભક્તિ પરાયણ ગ્રંથો પણ લખેલા છે. આ કાવ્યાવિદ પૃથિવીરાજને લીલાદેવી (લાલાં – લાલબા) નામે સતી સ્ત્રી હતી. કર્નલ ટોડ કહે છે કે તે સિદિયાની પુત્રી હતી; પરંતુ વાસ્તવિક રીતે એમ તેવું સંભ-તું નથી. * લીલાદેવી અને ચંપાવતી (ચાંપા) એ ઉભય મહીડા રાજપૂત હરરાજની પુત્રીઓ હતી. તેમાંથી પ્રથમ લીલાદેવીને પૃથિવીરાજ પર હતો અને તેના અકાળ મૃત્યુ પછી ચંપાવતી સાથે તેનું લગ્ન થયું હતું. પૃથિવીરાજ અને લીલાદેવીને અપૂર્વ પ્રેમ હતો અને તેથી પૃથિવીરાજને બાદશાહને ફરમાન મુજબ મોગલ-રાધાનીમાં રહેવાનું થતાં લાદેલી પણ બીકાનેર તેની સાથે આવીને રહી હતી. લીલાદેવી નવજુવાન અને અપૂર્વ રૂ૫ - લાવણ્યસંપન તરુણી હોવાથી તેના રૂપની ખ્યાતિ સર્વત્ર પ્રસરી ગઈ હતી. વિશેષમાં તે એક પતિપરાયણ અને સતી સ્ત્રી હતી અને પોતાના પતિ પૃથિવીરાજને ઈશ્વરતુલ્ય માનનારી હતી; તેથી તે અન્ય
* કર્નલ ટોડ રાજસ્થાનમાં લીલાદેવીને (જોધબા) શક્તિસિંહની પુત્રી તરીકે ઓળખાવી છે; પરંતુ પ્રતાપપ્રતિજ્ઞા નાટકના કર્તા કવિ નથુરામ સુંદરજી શુકલ એ જ નાટકની પ્રસ્તાવનામાં આ સંબંધમાં મેવાડી કવિના મુખથી સાંભળેલી વાત ઉપર લખ્યા પ્રમાણે કહે છે, આમાંથી કઈ વાત ખરી માનવી, એ અમે ઈતિહાસત્તાઓને સોંપીએ છીએ, પરંતુ અમને રા. નથુરામે સાંભળેલી વાત ઠીક જણાતાં તેને અનુલક્ષીને પ્રસંગનું આલેખનું કર્યું છે, કર્નલ ટોડને ગ્રંથ જે કે સર્વમાન્ય ગણાય છે; તે પણ તેણે કેટલીક ભૂલો કરેલી છે. એમ સર્વત્ર વીકારાય છે અને તેથી પૃથિવિરાજની સ્ત્રી ખરી રીતે કેણ હતી એ સંબંધમાં તેણે ભૂલ કરી હશે એમ અ ારો અધિન મત છે. ર. નથુરામે જણાવેલી વાત ઉપરથી અમે આ ઘટના વર્ણવેલી છે અને તેથી અમે તેમના આભારી છીએ.
- લેખક.