________________
પ્રકરણ ૬ઠું
છુટકારો પોતાના અત્યંત ગુપ્ત અને એકાંત ખંડમાં બાદશાહ અકબર સુંદર અને સુસજિત સિંહાસન ઉપર બેઠેલો હતોસામે તેની શાહજાદી અને વિજય થરથર ધ્રુજતાં ઊભેલાં હતાં.
- શાહજાદી આરામબેગમ જે પોતાની આંખમાંથી અત્યાર સુધી ધાર આંસુ વહાવી રહી હતી, તેણે બાદશાહને નમીને ઉત્તર આપે. પ્યારા બાબા ! આ વિજય ખરેખર બેગુહા છે. હું જ એકલી ગુન્હેગાર છું; માટે એના ઉપર રહેમ લાવી એને માફી બક્ષે અને મને જે સજા કરવી હોય તે કરો.”
બાદશાહે દઢતાથી કહ્યું. “એમ ! તેં એક અજાણ્યા યુવકને તારા મહેલમાં લાવવાનું સાહસ કર્યું છે ? અને તે શું કારણથી ?”
શાહજાદીએ બાદશાહના કદમ ઉપર પડીને નમ્રતાથી કહ્યું. ' કારણ એ જ છે કે હું એમને ચાહું છું - મારા ખરા જીગરથી ચાહું છું.”
“એક અર્થહિન અને આશ્રયહિન હિન્દુ યુવકને શું તું ચાહે છે ?” બાદશાહે આશ્ચર્યચકિત થઈને પૂછયું.
હા, બાબા !” શાહજાદીએ જવાબ આપે.
ત્યારે આ બિનામાં તું જ ખરેખર ગુહેગાર છે. ઠીક છે; પરંતુ વિજયને તદન માફી આપવામાં આવશે નહિ.” એમ કહી બાદશાહે તુરત બૂમ મારી “કાસમ !”
થેડીવારમાં એક હૃષ્ટપુષ્ટ હબસી હાથમાં નગ્ન તરવાર લઈને બાદશાહ સમ્મુખ આવી તસ્લીમ કરીને ઊભે રહ્યો.
તેના તરફ જોઈને કહ્યું. “કાસમ ! આ હિન્દુ યુવકને અને આ બાંદીને કેદખાનામાં લઈ જા.”
“જહાંપનાહને જેવો હુકમ.” એમ કહી કાસમ તે બનેને આગળ કરી ખંડમાંથી બહાર નીકળી ગયો.
તેમને જાતાં જોઈને શાહજાદીએ રડતાં રડતાં કહ્યું. “વહાલા બાબા ! રહેમ કરે, રહેમ કરે, વિજય તદન બેગુન્હા છે. તેને શા માટે કેદ કરે છે ?
કાસમ અને બીજા ચાર હથિયારબંધ પહેરેગીરે મળી વિજય તથા જલિયાને કેદખાનામાં લઈ ગયા અને બંનેને જુદી જુદી કેટડીમાં પૂરી તથા કેદખાનાના ઉપરીને બાદશાહને દૂકમ કહી સંભળાવી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.
વિજયને જે કેટડીમાં કેદ કરવામાં આવ્યો હતો, તે એક ભયંકર