________________
છુટકારો
અંધકારમય કોટડી હતી. ત્યાં રોશની કે હવાને સહેજ પણ સંચાર થઈ શકે તેમ નહોતું. કેટરીને ચારે તરફ કાળા પથ્થરની ઊંચી દિવાલ હતી અને તેથી તેની ભયંકરતામાં એાર વૃદ્ધિ થતી હતી. વિજયે આ ભયાનક કેદખાનાને જોઈ તથા તેની પોતાના ભવિષ્યનો વિચાર કરીને એક હાય મારી અને ત્યાં પાથરેલી એક ફાટી તૂટી ચઢાઈ ઉપર તે માથે હાથ ટેકવીને બેઠે. ગઈ કાલે સાંજે થાનસિંહ શેઠના આવાસેથી નિકળ્યા બાદ તેણે અત્યાર સુધી કાંઈ પણ ખાધું નહોતું અને ખાવાની ઈચ્છા પણ નહોતી; પરંતુ ભૂખથી તેના શરીરમાં જરા પણ તાકાત નહોતી. ચિંતા અને દુઃખથી તેને ચિત્તભ્રમ જેવું થઈ ગયું હતું અને તેથી તે વારંવાર દેડીને કેટરીના બારણા પાસે જતો; પરંતુ તેને મજબૂતાઈથી બંધ કરેલાં જોઈને તે નિરાશ થઈને પાછો ફરતો હતો
રાત્રિના અંધકારમાં કેદખાનું ભયાનક લાગતું હતું અને તેથી તેણે પોતાની બને આંખો બંધ કરી દીધી તથા તે લાંબો થઈને ચટાઈ ઉપર પડયે. કેટલેક સમય તે એવી જ અવસ્થામાં ચટાઈ ઉપર પડી રહ્યો; પરંતુ તેને નિદ્રા આવી નહિ. એટલે તે ઊઠીને ઊભો થયો અને એકચિત્તે પરમાત્માનું પવિત્ર નામસ્મરણ કરવા લાગે. ભક્ત મનુષ્યો કરે છે કે એક ચિતે પરમેશ્વરની પ્રાર્થના કરનાર મનુષ્યની તે મનઃકામના અવશ્ય પરિપૂર્ણ કરે છે; તેવી રીતે વિજયની પ્રાર્થને તેણે સાંભળી કે નહિ, તે અમે કહી શકતા નથી; પરંતુ તે જ ક્ષણે એ ભયંકર અંધારામાં એકદમ પ્રકાશ દેખાય. વિજયે પિતાની આંખ ખોલીને જોયું તો હાથમાં ફાનસ લઈને એક મનુષ્ય માથાથી પગ સુધી ઢંકાઇને કેટડીનું દ્વાર ઉઘાડીને અંદર ચાલ્યો આવતો હતો. વિજય આ દશ્ય જોઈને અચંબાથી આવનાર મનુષ્ય તરફ એક દૃષ્ટિએ જોઈ રહ્યો. આવનાર મનુષ્ય વિજય સામે જોઈને કહ્યું. “તમને આ ભયંકર કેદખાનામાંથી છુટકારો જોઈતા હોય, તો ચાલો મારી સાથે.”
પરંતુ તમે મને છુટકારો આપનાર કેણ છે, તે જાણ્યા સિવાય તમારી સાથે હું શી રીતે આવી શકું ? અહીંથી છુટકારો આપીને તમે માર જાન લેવા તે ઈચ્છતા નથીને ?" વિજયે શંકાયુકત પ્રશ્ન કર્યો.
“એટલો ખુલાસો કરવાને હાલ સમય નથી. જે આવવું હોય તે મારી પછવાડે ચાલ્યા આવો.” એમ કહી તે આવનાર મનુષ્ય પાછો વળે એટલે વિજયે કાંઈ પણ બોલ્યા ચાલ્યા વિના તેનું અનુકરણ કર્યું.
ક્ષણવારમાં તેઓ કેદખાનામાંથી બહાર નીકળી ગયા અને રાજમાર્ગે થઈને ક્યાંઈક અદશ્ય થઈ ગયા.