________________
શાહજાદીની ઈરછા
૨૯
“ભારત સમ્રાટ અકબરશાહની અતિ પ્રિય શાહજાદીની મીઠી મહે— બતભરી છાયામાં રહેવાને શું તમે ગુલામી હાલત ગણે છો ?” શાહજાદીએ પૂછ્યું.
“જ્યાં સુધી આપ કાંઈ વ્યાજબી કારણ ન જણા, ત્યાં સુધી એમ જ માનવું જોઈએ” વિજયે નિશ્ચયાત્મક ભાવે જવાબ આપ્યો.
“મારી ઈચ્છા બૂરી નથી; પરંતુ તમને સુખી કરવાની છે અને તેટલા જ માટે મેં તમને અહીં બલવી મંગાવ્યા છે.” શાહજાદીએ શાંતિથી કહ્યું.
“ તો પછી આપ આપની ઈચ્છા જણાવવામાં વિલંબ શા માટે કરો. છો ?" વિજયે પૂછ્યું.
વિજય !'' શાહજાદીએ વિજયના સુંદર મુખ પ્રતિ એક વખત સ્થિરભાવથી જોઈ લીધા પછી કહ્યું. “હું તમને ચાહું છું, હા તમને ખરા જીગરથી–દિલજાનીથી ચાહું છું અને તે આજથી નહિ; પરંતુ જ્યારથી મેં તમને થાનસિંહ શેઠના મહાલયમાં પ્રથમવાર જોયા છે, ત્યારથી જ મારું દિલ તમારા પ્રતિ આકર્ષાયું છે. ગઈ કાલે રાત્રિએ તમે યમુનાના તટ પ્રદેશ ઉપર ફરતા હતા, તે વિષે મારી બાંદી જુલિયાએ મને કહેતાં મેં તમને અહીં મારી ખાહેશ જણાવવાની ખાતર બોલાવ્યા છે.”
શાહજાદી ઉપરના શબ્દો ભાગ્યે જ બોલી રહી હશે એટલામાં તો તો દિવાલને ભ ગ અચાનક દૂર ખસી ગયો અને ભારત સમ્રાટની શાહજાદી કયા દાનેશમંદ અને દિલેર પુરુષને ચાહે છે ?” એ પ્રશ્નની સાથે ખુદ શહેનશાહ અકબરે એ ઓરડામાં પ્રવેશ કર્યો.
ખુદ બાદશાહ અકબરને જેઈ શાહજાદી તથા વિજય જમીન પર બેસી ગયા. શાહજાદી પિતાના બાબાના કદમો પર પડી અને વિજય બાદશાહના તેજથી અંજાઈ જઈ નીચે દૃષ્ટિ રાખી જમીન ખેતરવા લાગ્યો.