________________
શાહજાદીની ઈરછા
૨૭
શકે ખરું ક ? કેવું નયનમનહર આ મુખ ? કેવાં વિશાળ આ નેત્રો ? મુખ ઉપર કેવી આ સરળતા ? હાય, ખુદા ? આ રૂપને હજારે બકે લાખો વખત જેવામાં આવે તો પણ દિલને તૃપ્તિ થાય એમ નથી.”
હૃદયની તીવ્ર-અતિ તીવ્ર ઉત્તેજનાને રોકી નહિ શકવાથી શાહજાદીએ પિતાને કોમળ મૃદુ હાથ વિજયના ઉજજવલ કપાળ ઉપર ધીમેથી મૂકે. વિજયના નિદ્રિત દેહને સ્પર્શ કરતાં શાહજાદીનું સમસ્ત અંગ ધ્રુજી ઊઠયું. તુરત જ પિતાને હાથ વિજયના કપાળ ઉપરથી લઈ લીધે; પરંતુ થોડી ક્ષણના અતિ કોમળ સ્પર્શથી વિજયની નિદ્રા પલાયન થઈ ગઈ તે એકદમ જાગી ઊઠ અને શય્યા ઉપરથી ઊઠીને ઊભો થતાં જ તેની દષ્ટિ શાહજાદી ઉપર પડી. પિતાની સન્મુખ શાહજાદીને ઊભેલી જોતાં તે આશ્ચર્યચકિત થઈ ગયે અને તેના અનુપમ લાવણ્યને એકી નજરે જોઈ રહ્યો. શાહજાદી પણ તેના દેવદુર્લભ રૂપને આડી નજરે નિહાળી રહી હતી. છેવટે તેણે કહ્યું. “વિજય !”
ફરમાન, શાહજાદી સાહેબા !” વિજયે સલામ કરીને ઉત્તર આપે.
ફરમાન કાંઈએ નથી; પરંતુ રાત્રીના વખતે ગઈ કાલે તમે કયાં જતા હતા ?” શાહજાદીએ પૂછયું.
એ જાણીને આપ શું કરશે ?” વિજયે સામે પ્રશ્ન કર્યો. “શું એ પૂછવાને મને અધિકાર નથી ? શાહજાદીએ પુનઃ પૂછ્યું.
“આપ દિલ્લીશ્વર શહેનશાહ અકબરના પુત્રી છે, આપને અધિકાર મહાન છે.” વિજયે કહ્યું.
એ અધિકારની હું વાત કરતી નથી. હું તો તમારી સાથેની ઓળખાણને લીધે એ હકીકત જાણવા માગું છું.” શાહજાદીએ કહ્યું.
વિજયે પિતાના આશ્રયદાતા થાનસિંહ શેઠને આદેશ શાહજાદીને કહી સંભળાવ્યું, તે સાંભળીને શાહજાદીએ આશ્ચર્ય પામતાં પૂછ્યું. થાનસિંહ શેઠે તમને તેમના મહાલયને ત્યાગ કરી અન્યત્ર ચાલ્યા જવાની આજ્ઞા કરી, તે શા માટે, એ તમે જાણે છે ?”
“તેમની કન્યા ચંપા અને હું અને અન્યને ચાહતાં હતાં, તેથી તેમણે મને એવી આજ્ઞા કરી છે.” વિજયે ઉત્તર આપે,