________________
મેવાડને પુનરુદ્ધાર
જાદીની બાંદી જુલિયાએ ઓરડામાં પ્રવેશ કરીને જોયું તે શાહજાદી એરડામાં હજુ પણ આમતેમ આંટા મારતી હતી. તે નમ્રતાથી કુરનિશ બજાવીને શાહજાદીની આજ્ઞાની રાહ જોતી ઊભી રહી.
શાહજાદીએ બાંદીની સામે તીક્ષ્ણ દૃષ્ટિથી જોયું અને પછી કહ્યું. “શું પ્રાતઃકાળ થઇ ગયેલ છે ?”
“જી હા, જુઓને પ્રાતઃકાળની નોબત પણ વાગી રહી છે.”
“ઠીક છે, પેલો હિન્દુ યુવક ઊઠે છે કે નહિ ? તે જોઈ મને ખબર આપ.” શાહજાદીએ આજ્ઞા કરી.
બાંદી તુરત જ નમીને ચાલી ગઈ અને થોડી જ ક્ષણમાં પાછી આવીને તેણે કહ્યું. “શાહજાદી સાહેબા ! તે શય્યામાં હજુ આરામ કરે છે.”
શું હજુ તે આરામ કરે છે ?” શાહજાદાએ આશ્ચર્યચકિત થઈને પૂછયું.
જી હા, શાહજાદી સાહેબા !” બાંદીએ જવાબ આપ્યો.
“ઠીક જા, હમણાં તારું કામ નથી.” શાહજાદી એમ કહીને તમામ ખાનામાં ગઈ અને પરિશ્રમને દૂર કરવાને માટે શીતળ સુગંધી જળથી તેણે સ્નાન કર્યું. સનાન કર્યા બાદ સુંદર વસ્ત્રો પરિધાન કરી તે પોતાના એારડામાંથી બહાર નીકળી અને વિજય જે ગુપ્ત આવા સમાં હતા, ત્યાં જવા લાગી, તેણે ત્યાં જઈને દિવાલમાંની એક ખીંટીને દબાવી એટલે દિવાલને થોડો ભાગ એક બાજુ ખસી ગયો અને ગુપ્ત ઓરડામાં તે ગઈ કે તરત જ દિવાલને ભાગ પુન: બીજા ભાગ સાથે જોડાઈ ગયા. શાહજાદીએ ઓરડામાં પ્રવેશીને જોયું તો વિજય ઉપર હજુ પણ આરામથી ઊંઘતો હતો. ઓરડામાંને દીપક બુઝાઈ ગયો હતો, પરંતુ જાળિયામાંથી આફતાબને આછો પ્રકાશ આવતો હતો અને તેથી અંધકારને લય થઈ ગયો હતો, શાહજાદી વિજયની શય્યા પાસે જઈ તેનું પ્રભાતકાળને આછા પ્રકાશમાં ઝળહળી રહેલું મુખમંડલ અનિમેષ નયનેએ જોઈ રહી. તેણે ઘણીવાર સુધી વિજયના રૂપને જોયા કર્યું, પરંતુ તેને તૃપ્તિ થઈ નહિ. તે પુનઃ પુનઃ તેના પ્રતિ જોતી પિતાના મન સાથે બોલીઃ “આહા! કેવું સુંદર રૂપ ? વિજય મનુષ્ય છે કે બિહિતને ફિરસ્તે ? મને લાગે છે કે મનુષ્યમાં આવું રૂ૫ ન હોય ! ચક્કસ, વિજય એક ફિરસ્તો છે; નહિ તો આવું દેવદુર્લભ રૂપ તેનામાં હેઈ