________________
શાહજાદીની ઇચ્છા
૨૫
ઓરડામાંથી ચાલ્યા જવાની આજ્ઞા કરી એટલે તેઓ તુરત જ ત્યાંથી અન્યત્ર ચાલી ગઈ. શાહજાદી આરામબેગમ શહેનશાહ અકબરની અત્યંત પ્રિયકર કન્યા હતી. તેનું વય બહુ બહુ તે પંદર સોળ વર્ષનું હતું. તે અત્યંત ગુણવતી, વિવેકી અને મધુરભાષિણી હતી અને તેથી શહેનશાહ અકબર તેને બહુ જ સ્નેહથી ચાહતા હતા. બાદશાહે તેને પોતાના રંગમહેલના એક સુંદર અને વિશાળ મકાનને તેના નિવાસસ્થાન તરીકે આપેલું હતું.
મધરાતને સમય થવા આવ્યું હતું. આકાશમાં નિશાનાથ સંપૂર્ણ કળાથી ખીલી રહ્યા હતા અને તેના રૂપેરી પ્રકાશમાં આગ્રા શહેર સ્નાન કરતું હતું. શાહજાદી આરામબેગમ આ સમયે ઓરડાની બારી દ્વારા યમુનાના શ્યામ જળ ઉપર પડતાં ચંદ્ર-કિરણને અનિમિષ નયને જોઈ રહી હતી. જળતરંગોને જોઈ તેના હૃદયમાં અનેક પ્રકારના વિચારતરંગો ઉદભવતા હતા. તેણે જોયું કે સર્વત્ર નિસ્તબ્ધતાનું સામ્રાજ્ય પથરાઈ ગયું હતું. ઠંડે અને મૃદુ પવન વહેતું હતું, પરંતુ પ્રકૃતિનું આ સુંદર દશ્ય તે બહુ વાર જોઈ શકી. નહીં. બારીને એકદમ બંધ કરીને તે પાછી એક સુંદર અને સુંવાળા આસન ઉપર આવીને બેઠી. સામે દિવાલમાં જડી લીધેલા દર્પણમાં તેનું પ્રતિબિંબ પડતું હતું, તે તરફ શાહજાદીની નજર ગઈ. તેણે તેમાં પોતાની મનમોહિની મૂર્તિને બરાબર ધ્યાનપૂર્વક નિહાળીને એક નિશ્વાસ નાખ્યો. તેણે આસન ઉપરથી પુનઃ ઊઠીને ઓરડામાં આમતેમ ફરતાં ફરતાં પોતાના મન સાથે કહ્યું. યા ખુદા ! યા પરવરદિગાર ! મારા નાજુક દિલમાં આ શું થાય છે? મીઠી નિદ્રાએ આજે મારે કેમ ત્યાગ કર્યો છે ? ચંદ્રની શીતળતાથી મને કેમ આરામ થતું નથી ? દિલને આજે ચેન કેમ પડતું નથી ? ખરેખર વિજયના રૂ૫–ગુણે મારા મન ઉપર જાદુઈ અસર કરી છે અને તેથી જ મારી આ સ્થિતિ થયેલી છે. જેની મનેહારિણે મૂર્તિને આજે કેટલા દિવસો થયાં હદયમાં મેં સ્થાન આપ્યું છે તેને મારા સન્મુખ આ મહેલમાં જોઈને મારું સમસ્ત શરીર અને - મન ઉત્તેજીત થઈ ગયા છે. હાય? શા માટે મારું દિલ વિજય પ્રતિ હેડે છે? તેના તરફ જીગર શા માટે બળી રહ્યું છે ? હે ખુદા ! આ હું શું કરું છું ? એક હિન્દુને હું મારું શરીર-મારું જીગર અર્પવા શા માટે તૈયાર થઈ છું ? શાહજાદીએ આ પ્રમાણે અનેક વિચાર કર્યા, પરંતુ તેના દિલને આરામ થયો નહિ. વિચારમાં ને વિચારમાં પ્રભાતકાળ થવા આવ્યું. કિલાના દરવાજા ઉપરથી પ્રાતઃકાળની નાબતને શેર કર્ણ ગોચર થતા હતા. આ વખતે શાહ