________________
પ્રકરણ ૫ મું શાહજાદીની ઈચ્છા
ઈશ્ક કથા શએ હય કીસી કામિલસેં પૂછો ચાહિયે, કિસ તરહ જાતા હય દિલ, બેદિલસે પૂછા ચાહિયે; કયા તડફનેમેં મજા હય, કત્વ હો પ્યારેકે હાથ,
ઉસકી લહેજતકું કીસી બિસ્મીલસેં પૂછા ચાહિયે.”
વિજયે એ ઓરડામાં પ્રવેશીને જોયું તે તેની ચારે બાજુએ ઊંચી પથરની દિવાલ હતી; જવા આવવાને માટે એક પણ દ્વારા નહેતું. પ્રકાશ અને પવનને માટે દિવાલોમાં મોટા મોટા બે જાળિયાં મૂકેલાં હતાં, પરંતુ તે એટલા તો ઊંચા હતાં કે બહારથી કે અંદરથી તે દ્વારા કંઈપણ જોઈ શકાય તેમ નહોતું. થાક તથા ચિંતાને દૂર કરવાના અને મીઠી નિદ્રા અનુભવવાનાં સઘળાં સાધને, એ ઓરડામાં જોવામાં આવતાં હતાં. ઓરડાની મધ્યમાં એક મોટો દીપક બળી રહ્યો હતો. એક બાજુએ ગાદી તકિયા અને બેસવાનાં સુંદર આસને હતાં. શય્યાની પાસે એક સ્વચ્છ જળથી ભરેલું પિત્તળનું વાસણ હતું અને તે ઉપર “હિન્દુના ઉપયોગમાં આવે તેવું શુદ્ધ જળ' એમ લખેલી એક કાગળની પટી ચડેલી હતી. આ બધા પ્રકાર જોઈને વિજય વિચારસાગરમાં ગોથા ખાવા લાગ્યો. રાતના સમયે બોલાવી આવા એકાંત એરડામાં રાખવાનું શાહજાદીને શું પ્રયોજન હશે તથા તેની શી ઈચ્છા હશે, તે તેના સમજવામાં આવ્યું નહીં. તે શાહજાદીને ઓળખતે હતો અને શાહજાદી તેને ઓળખતી હતી; કેમકે શાહજાદી પિતાની અત્યંત પ્રિય સખી ચંપાના આવાસે વખતો વખત આવતી હતી અને તેથી વિજય અને તેને મેળાપ કઈ કઈ વાર ત્યાં થતા હતા. વિજયે આ પ્રકારનો ભેદ ઉકેલવાને ઘણે પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેનાથી કાંઈ સમજાયું નહિ ત્યારે તે થાકીને શય્યા ઉપર પડ્યો. રાત ઘણી વહી ગયેલી હોવાથી અને દિવાલમાં ગોઠવેલાં જાળિયામાંથી શીતળ, પવનની લહેરીએ આવતી હતી તેથી વિજય થોડી ક્ષણમાં નિદ્રાધીન થઈ ગયો. બાંદીની સાથે વિજય ચાલ્યો ગયો, ત્યાર પછી શાહજાદી આસન ઉપરથી ઊઠીને એારડામાં આમતેમ ફરવા લાગી. તેણે બને તાતારિણીઓને