________________
પ્રકરણ ૭મું
પ્રેમ કે કર્તવ્ય
મહારાણા પ્રતાપસિંહ અને મંત્રીશ્વર ભામાશા, રાજમહેલના બાગમાં રાજ્યપ્રકરણ વિષે વાર્તાલાપ કરતા બેઠા હતા. મધ્યાહને સમય લેવાથી સૂર્ય
જો કે પૂર દમામથી પ્રકાશ હ; તે પણ તેઓ જ્યાં બેઠા હતા, ત્યાં વૃક્ષની ઘટાને લઈ તેનાં કારણેને પ્રવેશ થઈ શકતો નહોતો અને તેથી મહારાણા તથા મંત્રીશ્વર આરામથી બેઠા બેઠા અનેક પ્રકારના વિચારો કરતા હતા.
પ્રતાપસિંહે શાંત ચિત્તે કહ્યું: “મંત્રીશ્વર ! અત્યાર સુધી વર્ષાઋતુને લઈ શત્રએ આપણા ઉપર ન દમલ લાવી શક્યા નથી; પરંતુ હવે તે ઋતુ પૂરી થઈ છે અને તેથી તેઓ આપણને અહીં પણ સુખે બેસવા દે, એમ મને લાગતું નથી.”
મહારાણાની ધારણું સત્ય છે;” ભામાશાહે કહ્યું. “કારણ કે અકબર જાત્રાના બહાને અજમેરમાં આવ્યું છે અને તેણે શાહબાજ ખાંને મોગલ સેનાપતિ બનાવીને આ કિલ્લાને ઘેરી નાંખવાને માટે દૂકમ આપે છે.”
ખરું છે રણવીરસિંહ ખબર લાવ્યું છે કે મોગલ સેનાપતિ શાહબાજખાં બડે ચાલક અને શુરવીર અમલદાર છે અને તેની સાથે બીજા ચાર મોટા અમલદારે પણ આવનાર છે. પ્રતાપસિંહે કહ્યું.
રણવીરસિંહે મને એ સર્વ ખબર આપ્યા છે અને વિશેષમાં તે એમ પણ કહેતા હતા કે આબુ પ્રદેશને અધિપતિ દેવરાજ શત્રુપક્ષમાં ભળી ગમે છે અને આ દુમલામાં તે પણ સાથે આવનાર છે.” ભામાશાહે વિશેષ ખબર આપ્યા.
“ગલેનું ભાગ્ય અત્યારે ચડિયાતું છે. એક પછી એક એમ ઘણું હિન્દુ રાજાઓ તેને મળી ગયા છે અને તેથી તેમની દરેક સ્થળે જીત થતી જાય છે.” આમ વાર્તાલાપ કરતાં તેઓ બાગમાં થઈને જતાં હતાં ત્યાં જ કાઈને અવાજ સંભળાય. તેઓ ઉભય બાગમાં ત્રણ ચાર મોટાં મોટાં વૃક્ષની ઘટાની પેલી બાજએ થતાં વાર્તાલાપને સાંભળવા લાગ્યા,