________________
૩૪
મેવાડને પુનરુદ્ધાર
થઈ પ્રેમીઓની સાથે પ્રેમસંભાષણમાં જોડાવું, એ તમારા જેવા એક ખરા સ્વદેશ સેવકને કોઈ પણ રીતે ઉચિત નથી.”
“તો પછી તમે, આપણા ઉભયની વચ્ચે જે શુદ્ધ પ્રેમ બંધાય છે, તે કરતાં પણ સ્વદેશ અને સ્વધર્મ પ્રતિના પ્રેમને વિશેષ આદરને પાત્ર ગણે છો. ખરુંને ?” કર્મસિંહે આશ્ચર્યયુક્ત સ્વરે પૂછયું.
“અલબત્ત, કુસુમે ઝટ ઉત્તર આપ્યું અને તેની કમળ સમાન ચક્ષએમાંથી તેજની ધારા છુટવા લાગી. “એમાં જરાપણ શક નથી. તમારા પ્રત્યેનો પ્રેમ છે કે શુદ્ધ અને નિર્મળ છે; પરંતુ તે માત્ર વ્યકિતગત છે, જ્યારે
સ્વદેશ અને સ્વધર્મ પ્રત્યેનો પ્રેમ સમષ્ટિને છે અને તેથી તે વિશેષ આદરને પાત્ર છે.”
કુસુમ તમારા આજના વર્તન ઉપરથી જણાય છે કે તમે મને પહેલાંની જેમ ચાહતા નથી.” કર્મસિંહે ગંભીરતાથી કહ્યું.
તમારી માન્યતા ભૂલભરેલી છે, કર્મસિંહ !' કુસુમે દ્રઢતાથી કહ્યું. હું તમને પહેલાં જેવા પ્રેમથી ચાહતી હતી, હાલ પણ તેવા જ બલકે તેથી પણ વધારે પ્રેમથી ચાહું છું; પરંતુ હાલના અગ્ય વખતે મારો એ પ્રેમ બતાવી તમને મેહમુગ્ધ કરવાની અને એ રીતે સ્વકર્તવ્યથી તમને ચુત કરવાની મારી ઈચ્છા નથી અને તેથી જ મેં તમને અત્યારે બરાબર માન આપ્યું નથી.”
ઠીક, કુસુમ ! ત્યારે હવે હું રજા લઉં છું. પરમાત્માની કૃપાથી ફરીથી એગ્ય અવસરે તમને મળીશ.”કર્મસિંહે એટલું કહી કુસુમના રૂપનિધાન વદનકમળનું અવલોકન કર્યું અને તે જવાને ઉત્સુક થયો.
“ઊભા રહો કર્મસિંહ!” તેને નિસ્તેજ વદને ચાલ્યો જતો જોઈને કુરુમે શાંતિથી કહ્યું. “આજના મારા વર્તનથી તમને ખોટું લાગ્યું જણાય છે; પરંતુ તમે જે શાંત ચિત્તે વિચાર કરશો, તો તમને સ્પષ્ટ જણાશે કે મેં જે કાંઈ કર્યું છે તે અયુકત નથી. તમે જાણે છે, કર્મસિંહ ! કે આપણા પ્રિય દેશ મેવાડના, આપણું પ્રાણપ્રિય ધર્મના અને આપણી અત્યંત વહાલી ઈજત - આબરના રક્ષણને બધો આધાર ભવિષ્યમાં થનાર યુદ્ધ ઉપર અવલંબીને રહે છે. પરમાત્મા મહાવીર અને ભગવાન એકલિંગજીની કૃપાથી આપણે વિજય થશે, એમ મારી માન્યતા છે; પરંતુ મેવાડના દુર્ભાગ્યે જે આપણો પરાજય થયે, તે મહારાણાની અને આપણી શું સ્થિતિ થશે ?