________________
૩૬
મેવાડના પુનરુદ્ધાર
પ્રતાપસિંહે ક્રાંઈક શાંતિથી કહ્યું.
કસિંહે દ્રઢતાને ધારણ કરીને નિર્ભયતાથી જવાખ આપ્યા. “કૃપાનાથ ! આપની આજ્ઞાના અમલ કરવામાં અવશ્ય મારી ભૂલ તા થયેલી છે પર ંતુ તે ક્ષમા ન આપી શકાય એવી ગંભીર નથી.’
“ઠીક, અત્યારે તા તુ તારા કતથ્ય ઉપર ચાલ્યા જા; તારી ભૂલને નિણૅય પાછળથી કરવામાં આવશે.” એમ કહી પ્રતાપસિંહ ભામાશાહને લઈ આગળ ચાલ્યેા એટલે કસિંહ તેમને નમન કરીને ત્યાંથી કિલ્લા ઉપર ચાયા ગયા. કસિહુના ચાલ્યા ગયા પછી મહારાણાએ કહ્યું, “ભામાશાહ ! કુસુમના વિચાર જાણીને હું બહુ ખુશી થયા છું અને આવી સ્વદેશપ્રેમી અને સદ્ગુણી પુત્રીના પિતા હેાવા માટે હું તમને ધન્યવાદ આપુ' છું.'
‘‘મહારાણા ! આપની શુભ લાગણીને આપના હું ઉપકાર માનું છું; પરંતુ મારી પુત્રી કુસુમ સદ્ગુણી અને સ્વદેશપ્રેમી હૈય, તા તેનું સધળુ માન મહારાણી શ્રીમતી પદ્માવતી દેવીને જ ધટે છે; કેમકે તેમણે તેને પેાતાની જ પુત્રીની જેમ હંમેશાં પેાતાની પાસે રાખીને કેળવી છે અને તે આપ પણ કાં નથી જાણુતા ?” ભામાશાહે કૃતજ્ઞતા દર્શાવતાં કહ્યું.
‘'ખરુ' છે,” મહારાણાએ કહ્યું, “દેવી પદ્માવતી તેના ઉપર પેાતાના પેટની પુત્રી જેટલુ વહાલ રાખે છે; પરંતુ મંત્રીશ્વર ! કસિંહ અને કુસુમ અરસપરસ એકખીજાને ચાહે છે, એવું તેમના અત્યારના વાર્તાલાપથી મને જણાયું છે, તે શુ' સત્ય છે ?'
“હા, તે સત્ય છે. કર્માસિહુ અમારી જ્ઞાતિના એક લાયક, બુદ્ધિવાન, ઉચ્ચ કુળના અને પરાક્રમી યુવક છે. અને આપણે લીધેલી પ્રતિજ્ઞા સંપૂણૅ થયા બાદ તેમનું ઉભયનું લગ્ન કરી નાખવાને મે' નિશ્ચય પણ કરેલા છે.” ભામાશાહે કહ્યું.
કસિંહના કૈાશલ્યને હલ્દીઘાટના યુદ્ધમાં જોવાના પ્રસંગ મને મળ્યા હતા અને તેથી તમે જે નિશ્ચય કરેલેા છે, તે ઉત્તમ છે પણ હવે આપણે કિલ્લા ઉપરની ગાઠવણુ એક વખત જોઈ લઈએ તે કેમ ?” પ્રતાપસિંહે ભામાશાહના નિશ્ચયને સ ંમતિ આપતાં પૂછ્યું.
“મારા વિચાર પણ એવા જ છે.'' એમ કહી ભામાશાહ તથા પ્રતાપસિંહ કિલ્લા ઉપર ગયા.