________________
મેવાડને પુનરુદ્ધાર
બધા અવયે અત્યંત મનોહર અને આકર્ષક હતા. આવી ત્રિલોક સુંદર મોહિની અને લલિત લલનાને જોઈને કે પુરુષ પિતાનું ભાન ન ભૂલી જાય? ખરેખર પૃથિવીરાજ ! તું મહાન ભાગ્ણાલી છે કે તેને આવી અનુપમ પ્રિયતમા મળેલ છે ! લીલાદેવી ! જીન્નતની દૂરી! તું પૃથિવીરાજ જેવા સામાન્ય ખંડિયા રાજાની રાણુ થઈ, તે કરતાં સમસ્ત ભારતવર્ષના મોગલ સમ્રાટની અતિ પ્રિય સામ્રાજ્ઞી થઈ હતો કેવું સારું થાત ? ઠીક છે. ........”
ભારતસમ્રાટ અકબર ઉપર પ્રમાણે વિચાર કરતો, રાજ્યમહાલયના પિતાના અત્યંત સુસજિત ઓરડામાં વિરામાસન ઉપર બેઠો હતો, આ એારડે ઘણે જ મનરંજક હતા. તેના ભોંયતળીએ વિવિધ રંગના આરસપહાણ જડી દીધેલા હતા. સ્થળે સ્થળે ગુલાબ, મેંગરે, તકી, જાઈ, જુઈ અને બેરસલી ઈત્યાદિ અનેક પ્રકારનાં ફૂલનાં છોડનાં કુંડાઓ ગોઠવી દીધાં હતાં. એારડાની દિવાલે ઉપર જુદા જુદા રંગથી સુંદર રમણીઓનાં ચિત્રો ચિતરેલાં હતાં. અને ઓરડાની વચ્ચે ગોઠવેલા સંગેમરમરના સ્થંભોના મથાળે સોનેરી પાંજરામાં પૂરાયેલા પક્ષીઓ મધુર કલરવ કરી રહ્યાં હતાં. ટૂંકમાં કહીએ તો તેમાં બિછાવેલા ગાલીચા, ઊંચી સાટીનના તકીઆ, વિવિધ આસને, તખ્તા અને ચિત્રે વિગેરેથી એ ઓરડે ઘણે દબદબાભરેલો લાગતો હતો. શહેનશાહ અકબરે આ વખતે ઘણી જ ઊંચી જાતના અને અત્યંત મૂલ્યવાન વસ્ત્ર પરિધાન કરેલાં હતાં અને તેથી તે એક દેવ સમાન શોભતો હતે; પરંતુ તેની મુખમુદ્રા ચિન્તાગ્રસ્ત હતી. સુવર્ણજડિત વિરામાસન પર તે આડો પડયા પડયે વિચારસાગરમાં ડૂબી ગયે હતો. ક્ષણવાર પછી બાદશાહ આસન પરથી ઊઠીને ઊભો થયે અને ઓરડામાં આમતેમ ફરતાં ફરતાં તેણે હાંક મારી “કાસમ !”
અકબરને માનીત અને વિશ્વાસુ હબસી ગુલામ કાસમ તુરત જ હાજર થશે અને જમીન સાથે મસ્તક લગાવીને સલામભરી સામે અદબથી ઊભો રહ્યો.
બાદશાહે સત્તાવાહક સ્વરે કહ્યું. "અમીનાને તુરત મારી હજુર મેકલ.”
કાસમ નમીને તરત જ ચાલ્યો ગયો. અને થોડીવારમાં જ બાંદી અમીના આવીને હાજર થઈ અને બાદશાહને કુર્નિસ બજાવીને, સામે મસ્તક નમાવી ઊભી રહી.
બાદશાહે તેને કહ્યું. “અમીના !