________________
નૌરોજનો હેતુ
૩૯
અમીનાએ નમ્રતાથી કહ્યું. “ફરમાન સરકાર.”
અહીં નજીક આવ.” બાદશાહે તેને પોતાની પાસે બોલાવી. ગુપ્તવાત કહી. અમીના તે સાંભળીને ફરીથી કુનિસ બજાવીને ચાલી ગઈ. '
અમીનાના ગયા પછી અકબર પુનઃ વિચારમગ્ન સ્થિતિમાં વિરામાસન ઉપર આડે પડશે. એટલામાં કાસમે હાજર થઈ નમીને કહ્યું. “જહાંપનાહ! બુ દેલખંડના રાજા ઉપર ચડાઈ લઈ જનાર સેનાપતિ આવી પહેચ્યા છે અને તે આ૫ હજુર આવવાની આજ્ઞા માગે છે.”
બાદશાહે વિચારનિદ્રામાંથી જાગૃત થઈને કહ્યું, “સેનાપતિને કહે કે હમણાં આશાયેશ લો અને ફરમાન થાય ત્યારે હાજર થજો”
“ખુદાવંદને જેવો દૂકમ.” એમ કહી કાસમ ચાલ્યો ગયે.
અકબર અમીનાની આતુરતાથી રાહ જોતા હતા; તેથી તે વારંવાર ઓરડાના દ્વાર તરફ નજર ફેરવતો હતો. બે ત્રણ કલાક થયા પણ અમીને આવી નહિ એટલે અકબરે પુનઃ કાસમને બેલાબે; પરંતુ એટલામાં અમીન આવી પહોંચી અને બાદશાહને નમીને અદબથી સામે ઊભી રહી. કાસમ બાદશાહના ઈશારાથી બહાર ચાલ્યો ગયો ત્યારબાદ અકબરે અમીનાને પૂછ્યું. “શું કરી આવી, અમીના ?”
જહાંપનાહ ! આપના ફરમાન મુજબ બધી ગોઠવણ થઈ ગઈ છે.” અમીનાએ ઉત્તર આપ્યો.
“શું લીલાદેવીને ભેળવીને તું લઈ આવી ?” અકબરે આશ્ચર્યયુક્ત અવાજે પૂછયું.
હા સરકાર, અને તેને આપે કહેલા ઓરડામાં બેસારીને હું આપને ખબર આપવાને જ આવી છું.” અમીનાએ ઉત્તર આપ્યો.
“અમીના ! તું ઘણી ચતુર છે; તેને બદલે તને મળશે. ચાલ, મને ત્યાં લઈ જા.” અકબરે પ્રસન્નતાથી કહ્યું.
પધારે, જહાંપનાહ !” અમીના એમ કહીને આગળ ચાલી બાદશાહ તેની પછવાડે પછવાડે ગયે. થોડી ક્ષણમાં અમીના એક એરડા પાસે આવીને અટકી અને બાદશાહને બહાર ઊભા રહેવાની અરજ કરી પોતે અંદર ગઈ.
તેને અંદર આવતી જોઈને એક અનુપમ લાગ્યસંપન્ન તરુણએ