________________
પ્રેમ કે કર્તવ્ય
૩૫
તથા આપણાં દેશ, ધર્મ અને આબરૂની કેવી અધોગતિ થશે? તેની કલ્પના પણ અત્યારથી થઈ શકતી નથી અને તેથી આવા કટોકટીના સમયે પ્રેમજાન્ય વાર્તાલાપ કરી હદયને વિકારી બનાવીને ખરા કર્તવ્યથી ચલિત થવું એ ઉચિત નથી. આ હેતુથી તમારા જેવો જોઈએ તેવો સત્કાર મેં કર્યો નહતો; પરંતુ એથી તમારા તરફને મારે જે અખંડ પ્રેમ છે, તેમાં જરા પણ ન્યુનતા થઈ છે એમ માનવાનું કાંઈ પણ પ્રયોજન નથી. કર્મસિંહ! સ્પષ્ટિકરણની ખાતર મારે એટલો ખુલાસો કરવો પડે છે અને હું આશા રાખું છું કે એથી તમારા મનનું સમાધાન થઈ ગયું હશે. હવે જાઓ; પરમાત્મા મહાવીર અને ભગવાન એકલિંગજી તમને સુયશ અપાવે એવી મારી અંતઃકરણની ઈચ્છા છે.”
કર્મસિંહ, કુસુમનું આ સંભાષણ સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયા અને તેથી તે પિતાની થયેલી ભૂલને પશ્ચાત્તાપ જાહેર કરવાને આતુર થઈ રહ્યો હતો; પરંતુ કુસુમ એટલું બોલીને તથા કર્મસિંહ પ્રતિ એક નેહભરેલી દષ્ટિ ફેંકીને તુરત જ ત્યાંથી ચાલી ગઈ. કર્મસિંહ વીજળીના વેગે ચાલી જતી એ માનિનીને તે દેખાય ત્યાં સુધી જોઈ રહ્યો. તેને કુસુમને બાલવી પિતાની ભૂલની ક્ષમા માગવાનું ઘણું મન થયું; પરંતુ તેના મુખમાંથી એક શબ્દ પણ બહાર નીકળી શકશે નહિ. થોડી વાર વિચારગ્રસ્ત અવસ્થામાં ઊભા રહ્યા બાદ તે ઉત્સાહિત વદને અને દ્રઢ પગલે પાછો ફર્યો અને વરાથી સ્વસ્થાનકે જવા નીકળ્યો; પરંતુ વૃક્ષોની ઘટામાંથી બહાર નીકળતા જ તે સ્તબ્ધ થઈ ગયો. અને જાણે તેના પગ કોઈએ ખેડી દીધા હોય, તેમ તે ત્યાં જ ઊભો રહી ગયો.
અત્યારે આમ કયાં ગયે હતા, કર્મસિંહ ?'' મહારાણુએ તેની સામે તીણ દષ્ટિએ જોઈને કરડા સ્વરે પૂછ્યું.
કર્મસિંહની મગદૂર નહોતી કે તે મહારાણાને એ પ્રશ્નને ખરો ઉત્તર આપી શકે. તે નીચું મુખ રાખીને જેમને તેમ ઊભો રહ્યો.
“કેમ ઉત્તર આપતા નથી ?” મહારાણાએ પુનઃ ભાર દઈને પૂછયું.
કપાળ મહારાણું !” કર્મસિંહ નિરૂપાયે બે. તેના પગ ધ્રુજતા હતા અને તેનું મુખ નિસ્તેજ બની ગયું હતું. “મારી ગંભીર ભૂલ થઈ છે; મને ક્ષમા કરો.”
તમારી ભૂલની તમને ક્ષમા આપવી કે નહિ, તેને નિર્ણય પાછળથી થશે; પરંતુ તારા મહારાણુની આજ્ઞાને અમલ તું આવી રીતે જ કરે છે ને ?”