________________
પ્રેમ કે કર્તવ્ય
૩૩
અત્યારે અરસપરસ મળવા હળવા અને પ્રેમના સંભાષણ કરવાનો સમય નથી, એ શું તમે નથી જાણતા કર્મસિંહ ?” એક તરુણીને અવાજ સંભળાય.
આ અવાજ સાંભળીને ભામાશાહ પ્રતાપસિંહને કાંઈ કહેવા જતો હતે; પરંતુ તેણે આંગળીની ઈશારતથી ચૂપ રહેવાનું અને સર્વ વાત સાંભળવાનું સમજાવ્યું અને તેથી તે ચૂપ રહી સાંભળવા લાગ્યો.
“હું તે જાણું છું, કુસુમ ! પણ અહીં આવવાને અને આ રીતે તમને મળવાને મારે હેતુ સમજ્યા વિના તમે મારો તિરસ્કાર કરે છે એ ઠીક કહેવાય કે ?” કર્મસિંહે પૂછ્યું.
હા, એ ઠીક તે નથી; પરંતુ જે સમયે કર્તવ્યમાં જ રાત-દિવસ મશગૂલ રહેવું જોઈએ, તે સમયે આવી રીતે નિરૂપયોગી વાતો કરવામાં આનંદ માનવાને તૈયાર થવું, એ વ્યાજબી નથી. મહારાણુની આજ્ઞાને તે તમે ભૂલી ગયા નથી ને ?” કુસુમે કહ્યું.
“મહારાણુની આજ્ઞા, એ મારે મન ખુદ પરમાત્માની આજ્ઞા છે અને તેથી હું તેને ભૂલી જાઉં, એ તદ્દન અસંભવનીય છે. મારે અહીં આવવાને અને તમને મળવાને આશય જુદે જ છે. તમે જાણતા હશો કે મોગલ સેનાપતિ શાહબાજ ખાં પ્રબળ સૈન્ય સાથે આ કિલાને ઘેરવાને ચાલ્યો આવે છે અને જે સમય જાય છે, તેમાં મેગલે સાથે મહાન યુદ્ધ થશે. કેણ જાણે છે કે આ યુદ્ધનું શું પરિણામ આવશે ? કિલ્લાના રક્ષણને ભાર કુમાર અમરસિંહ અને મારા ઉપર મૂકાયેલ હોવાથી આવતી કાલથી મારે કુમારની સાથે રાતદિવસ કિલા ઉપર જ રહેવાનું છે અને તેથી એક વખત તમારા ચંદ્ર સમાન ઉજજવળ વદનકમળનું દર્શન કરી લેવા અને તેમાંથી ઝરતા અમૃતનું પાન કરવાને માટે જ તમારી પાસે આવ્યો છું. આ સ્થિતિમાં તમે મારો તિરસ્કાર કરે છે, કુસુમ ?” કર્મસિંહે પિતાના આવવાને હેતુ કહી બતાવતાં આજવતાથી કુસુમને પૂછ્યું.
કુસુમે કાંઈક દિલગીરી ભરેલા અવાજે કહ્યું. 'કર્મસિંહ ! જેને મેં મારા હૃદયમંદિરમાં સદાને માટે સ્થાન આપેલું છે, તેને હું તિરસ્કાર કરું, એ કેવળ અસંભવનીય છે; પરંતુ જે સમયે સ્વદેશ, સ્વધર્મ અને સ્વઈજજતને સઘળો આધાર આપણું એકનષ્ઠ કર્તા ઉપર રહેલો હોય, તે સમયે એ અત્યંત અગત્યનાં કર્તવ્યોને ધડીભર પણ વિસારી દેવાં અને વિકારને વશ