________________
આકસ્મિક ઘટના
-
૨૩
જેવી આપની ઈચ્છા. મને જવાની રજા છે ?” વિજયે કહ્યું.
નહિ, તમારા આરામને માટે સર્વ વ્યવસ્થા આ મકાનમાં જ થશે; માટે તમારે કયાંય જવાની જરૂર નથી.” શાહજાદીએ કહ્યું.
વિજયે આશ્ચર્યયુકત સ્વરે પૂછ્યું “બાદશાહી જમાનામાં મારા જેવા પુરુષે રાતવાસો રહી શકાય ખરો ?
મુંઝાવાનું કશું કારણ નથી. આ મકાનના ગુપ્ત આવાસમાં તે માટેની સર્વ ગોઠવણ થશે.” શાહજાદીએ એમ કહીને પિતાની એક બાંધીને બોલાવી. બાંદી દેડતી આવી પહોંચી અને વિનયથી શિર ઝુકાવી ઊભી રહી.
શાહજાદીએ બાંદીને કહ્યું. “જૂલિયા ! આમના માટે પેલા ગુમ ઓરડામાં આરામની વ્યવસ્થા કરી મને ખબર આપ.”
બાંદી તરત જ કુર્નિસ બજાવી ત્યાંથી ચાલી ગઈ અને પળવારમાં પાછી આવીને ફરમાન મુજબ સર્વ વ્યવસ્થા કર્યાની ખબર આપી. તે સાંભળી શાહજાદીએ વિજયને સત્તાવાહક સ્વરે કહ્યું “આ બાંધી સાથે જાઓ અને તે બતાવે એ જગ્યાએ આરામ કરે. સવારમાં હું તમને મળીશ.”
બદીએ વિજય સામે જોઈને કહ્યું “જનાબ ! ચાલો !”
વિજય શાહજાદીને નમીને કાંઈ પણ બોલ્યા ચાલ્યા વિના તે બાંદીની પાછળ પાછળ ગયે, કેટલાક એારડાએ, દિવાનખાનાઓ અને પરશાળામાં થઈને બાંદી વિજયને એક એારડામાં લઈ ગઈ. આ ઓરડામાં દીપકના અભાવે ગાઢ અંધકાર છવાઈ ગયેલો હતો. બાંદીએ પોતાની પાસેની બત્તીને સતેજ કરી અને પછી દિવાલમાંની એક ખીંટીને દબાવી એટલે તુરત જ દિવાલને થેડો ભાગ એક બાજુ ખસી ગયું અને એક અત્યંત મનહર ઓરડો વિજયની દષ્ટિએ પ. બાંદીએ તેના તરફ દષ્ટિ કરીને કહ્યું. “જનાબ ! આ એારડો આપના આરામને માટે તયાર રાખે છે; માટે અંદર પધારો.'
વિજય તે દિવાલને વટાવી અંદર ગયે કે તરત જ એક ધીમા અવાજ સાથે ખસી ગયેલો દિવાલને ભાગ પુનઃ પૂર્વવત સ્થિતિમાં આવી ગયે.