________________
આકસ્મિક ઘટના
સન્મુખ ઊભેલી હતી. વિજયે તે સ્ત્રી તરફ ધ્યાનપૂર્વક જોઈને કહ્યું. “તમે કેણ છો અને શા હેતુથી મને બેલા છે ?”
તે મુસલમાન સ્ત્રીએ તેના પ્રશ્નનો જવાબ નહિ આવતાં સામે પ્રશ્ન કર્યો : “તમારું નામ વિજયકુમાર કે ?”
હા, પણ તેનું શું કામ છે ?” વિજયે પૂછ્યું. “આપને શાહજાદી સાહેબા બેલાવે છે.” મુસલમાન સ્ત્રીએ જવાબ
આયો.
કોણ શાહજાદી સાહેબ ?” વિજયે ફરીને પૂછયું. શાહજાદી આરામબેગમ સાહેબ” તે સ્ત્રીએ ઉત્તર અ.
“શું શાહજાદી આરામબેગમ સાહેબા મને બોલાવે છે? અને તે શા કારણથી ?” વિજયે આશ્ચર્યચક્તિ થઈને પ્રશ્ન કર્યો.
“હા, તે જ આપને બોલાવે છે; પરંતુ શા કારણથી, તે હું જાણતી નથી.” તે સ્ત્રીએ કહ્યું.
“ઠીક, ચાલે, હું આવવાને તૈયાર છું” એમ કહી વિજયે તે મુસલમાન સ્ત્રી તરફ જોયું એટલે તેણે તેને પોતાની પાછળ ચાલ્યા આવવાની ઈશારત કરી. આગળ તે મુસલમાન સ્ત્રી અને તેની પાછળ વિજય, એ રીતે તેઓ રાજમાર્ગ વટાવી ચાર પાંચ વાર આડી અવળી ગલીમાં થઈને એક સુંદર મકાન પાસે આવી પહોંચ્યાં. મુખ્ય દરવાજેથી તેઓ અંદર નહિ જતાં પાછળના એક નાના બારણાને ઉઘાડી તેમણે તે મકાનમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી બગીચે વટાવી બે ત્રણ ઓરડામાં થઈને તે સ્ત્રી વિજયને એક સુંદર ઓરડા પાસે લાવી અને તેમાં પ્રવેશ કરવાનું કહીને ત્યાંથી અદશ્ય થઈ ગઈ. વિજય ક્ષણવાર ત્યાં ઊભો રહ્યો અને પછી તેણે ઓરડામાં પ્રવેશ કર્યો. અસંખ્ય દીપકેની રેશનીવાળા તે ઓરડામાં પ્રવેશ કરતાં જ વિજ્ય મંત્રમુગ્ધ થઈ ગયા. વાચકે ! વિજયે ત્યાં શું જોયું, તે તમે જાણવા આતુર છે ? તે એક પથ્થરને સરસ નકશીદાર એારડો હતો અને તેની વચમાં સંગેમરમના સુંદર રંગીન થાંભલાઓ ગોઠવેલા હતા. ઓરડામાં
તળીએ રંગબેરંગી આરસના ચેલા જડી દીધેલાં હતાં. પ્રત્યેક થાંભલાંની આસપાસ સુગંધી દીપકે બળી રહ્યા હતા. ગેલા, ચમેલી માલતી, ચંપા, ગુલબાદિ પુષ્પોની મીઠી સુગંધ આખા ઓરડામાં પ્રસરી રહેલી હતી. એારડાની