________________
મેવાડા પુનરુદ્ધાર
“પણુ તેથી તમને એવી આજ્ઞા કરવાનું પ્રયોજન શું છે ? એ હું સમજી શકતી નથી.” · શાહજાદીએ ઈંતેજારીથી કહ્યું.
૨૮
“પ્રયેાજન એ કે હું ગરીબ અને નિઃસહાય છું અને તેથી તે પેતાની પુત્રીનું લગ્ન મારી સાથે કરવા ખુશી નથી.' વિજયે કહ્યુ..
વિજય !” શાહજાદીએ ક્ષણવાર વિચારીને કહ્યું. “તમે ચંપાને ખરા જીગરથી ચાહે છે ?”
“અલબત્ત અને તે પણ મને તેવા જ જીગરથી ચાહે છે.' વિજયે ઉત્તર આપ્યા.
“પણુ થાનિસંહ શેઠ તા પેાતાની પુત્રોની શાદી તમારા જેવા નિધન અને આશ્રર્યાહન યુવકની સાથે કરવાને તૈયાર નથી, તેનું કેમ ?” શાહજાદીએ ભાર દઈને પૂછ્યું..
“હા એ વાત ખરી છે; પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે જો હું મારા ભાગ્યના ઉદય કરી શકયા, તેા તે પોતાની પુત્રી ચ'પાનું લગ્ન મારી સાથે કરશે.” વિજયે જવાબમાં કહ્યું.
“પણ તમારા ભાગ્યના ઉછતી રાહ તે કયાં સુધી જોશે ?' શાહજાદીએ પુનઃ પૂછ્યું.
‘‘એકાદ વર્ષાં તેા તેએ રાહ જોશે, એમ મારી માન્યતા છે.” વિજયે જવાબ આપ્યા.
“અને તેટલા સમયમાં તમે તમારા ભાગ્યેાધ્ય ન કરી શકયા તા ?” શાહજાદીએ એક તીક્ષ્ણ દષ્ટિપાત સાથે એ પ્રશ્ન પૂછ્યા,
વિજયે કેટલાક સમય માન ધારણ કર્યું. તેણે શાહજાદીના એ પ્રશ્નનેા કશા પશુ ઉત્તર આપ્યા નહિ, તેના મુખ ઉપર ચિંતાની સ્પષ્ટ છાયા જણાવા
લાગી.
“કેમ ઉત્તર આપતા નથી, વિજય !'' શાન્તદીએ ફરીથી પ્રશ્ન કર્યાં. શાહનદી સાહેબા ! અવિનય માફ કરજો; પરંતુ આપ આપની ઈચ્છા જણાવતાં નથી અને મને અન્ય પ્રશ્ન પૂછે છે, એનું શું કારણ ? ગુલામીની હાલતમાં મારે અહીં કયાં સુધી રહેવાનું છે ?' વિજયે ગંભીરતાથી સામેા પ્રશ્ન કર્યાં.