________________
ભ્રાતૃસ્નેહ
૭
પ્રતાપસિહે વિચાર નિદ્રામાંથી જાગૃત થઈને કહ્યુ, “દેશદ્રોહી શકતસિંહ ! અહીં તું મારા પ્રાણુ લેવાને આવ્યા નથી, તેા પછી અહી આવવાની તારી શી મતલબ છે તે હું સમજી શકતા નથી. તારે જો પૂર્વનું વેર વાળવું હાય તે। તલવારને મ્યાનમાંથી બહાર કહાડ, શું જોઈ રહ્યો છે ?”
વડિલ ભ્રાતા ! મારી અહીં આવવાની મતલબ મેં કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત લેવાની જ છે. બના, સ્વાતિનેા, સ્વદૅશના અને સ્વધર્મને ત્યાગ કરી મેગલાના શરણે જઈને મેં પાપકમ કયુ છે-જે દ્રોહ કર્યાં છે-જે વિશ્વાસ ધાત કર્યો છે, તેનું આપના હસ્તથી પ્રાયશ્ચિત્ત લેવાને માટે જ હુ. આપની સન્મુખ આવીને ઊભો છું. માટે આપની પુનિત તલવારને આપના આ લઘુ બધુ ઉપર ચલાવી તેને સ્વર્ગના અધિકારી બનાવે, ભાઈ ! શા માટે ઢીલકરી છે ? ” શક્તિસિંહે આંખેામાં અણુએ લાવીને કહ્યું,
શક્તસિંહના ઉપયુકત વચના સાંભળી પ્રતાપસિંહું તેના આગમનનું કારણુ સમજી ગયા. તેના શાકગ્રસ્ત મ્હાડા ઉપર હની છાયા છવાઈ ગઈ. તેણે આનંદ પામતાં પામતાં કહ્યું. ભાઈ શકતસિહ ! શું મારી ધારણા ખરી છે ? શુ તને તે કરેલા પાપના પશ્ચાત્તાપ થાય છે ? ''
‘“હા, વડિલ બન્ધુ ! આપના અને જન્મભૂમિ મેવાડના કરેલ વિશ્વાસધાત અને દ્રોહના મને હવે સ...પૂણૅ પશ્ચાત્તાપ થાય છે. સ્વદેશના રક્ષણુ માટે અને જાતિભાઈએની સ્વતંત્રતા જાળવવા માટે આપે તથા રાજપૂત વીરાએ સમરક્ષેત્રમાં જે વીરત્વ ખતાવી આપ્યું છે, તે જોઈને વેરથી ઉન્મત્ત બનેલુ મારું મન શાંત થઈ ગયું છે – મારા મિથ્યા ગવ ગળી ગયા છે અને તેથી આપની ક્ષમા યાચવા અને તેનું પ્રાયશ્ચિત મેળવવા હું આપની પાછળ દાડી આવ્યા છું. આપને જો મારા વિશ્વાસ ન આવતા હેય તા મારે કહેવું જોઈએ કે આપની પછવાડે લાગેલા ખન્ને મેાગલસ્વારા મે નાશ કરી નાખ્યા છે. અને તે શા માટે ? આપના પ્રાણ બચાવવા માટે જ. શું હજુ પણ આપને મારા વિશ્વાસ આવતા નથી ?’* શકર્તાસંહે લખાણુ ખુલાસા કરતાં કહ્યું, પેાતાના બંધુના ઉપરના ખરા જીગરના શબ્દે સાંભળી પ્રતાપસિંહને સતાષ થયા. તેણે હર્ષાતિરેકથી ઉત્તર આપ્યા. “વ્હાલા ભાઈ! જો કે આજના યુદ્ધમાં મેવાડીઓને પરાજય થયા છે અને તેથી મારું મન અતિશય ખિન્ન થઈ ગયું હતું, પરંતુ તારા હૃદયમાં સ્વદેશપ્રેમ જાગૃત થયેલેા જોઈ મને અતીવ આનંદ થાય છે અને હવે મને લાગે છે કે આપણે બન્ને ભાઈએ