________________
મેવાડને પુનરુદ્ધાર
ચલાવતા હતા. બહેરામખાં કર અને ઘાતકી સ્વભાવને લેવાથી અકબરને તેની સાથે બન્યું નહિ. બહેરામખાંએ રાજમદને વશ થઈ તર્દીબેગ નામક સરદારના બને હાથ કાપી નાંખ્યા હતા અને સરવંશના પઠાણ બાદશાહ આદિલશાહના અત્યંત શુરવીર વણિક સેનાપતિ હેમુ (વિક્રમાદિત્ય) નું મરતક, પાણીપતના યુદ્ધમાં તે કેદ પકડાયા પછી, અકબરની નામરજી છતાં કાપી નાખ્યું હતું. તેના આવા ઘાતકી કાર્યોથી રાજા અને પ્રજા તેના ઉપર અપ્રસન થઈ ગયાં અને તેથી તેણે પંજાબમાં જઈને અકબર સામે બળવો જગાડશે; પરંતુ અકબરે તેની આગલી રાજયસેવાની કદર કરી તેને કોઈ પણ દંડ નહિ આપતાં મકકે ચાલ્યા જવાની રજા આપી. બહેરામખાં મકકે જવાને તૈયાર થયે; પરંતુ માર્ગમાં મુબારકખાં નામક પઠાણે તેનું ખૂન કર્યું. બહેરામખાંના મૃત્યુ પછી અકબર સ્વતંત્ર થયે હતો. માત્ર અઢાર વર્ષની તરુણ અવસ્થામાં અકબરના હાથમાં મોગલ સલ્તનતની લગામ આવી હતી; પરંતુ સ્વાભાવિક બુદ્ધિબળ અને કેળવણીમાં તે અસાધારણ હતું અને તેથી જ તે પિતાનું નામ હિન્દુ-મુસલમાનમાં અમર કરી ગયા છે. શહેનશાહ અકબર જેમ બુદ્ધિબળમાં ચડીઆતો હતો, તેમ યુદ્ધકાર્યમાં પણ કુશળ હતો. તે સ્વભાવે મીઠે અને ગૌરવર્ણો હતો. વિશેષમાં તેનામાં હિંમત એટલી બધી હતી કે રાજસ્થાનના મોટાં મોટાં રાજ્યને બળથી અને કળથી તાબે કરી તેમની પુત્રીઓને પોતાના જનાનામાં લાવવાનું અને એ રીતે સમસ્ત હિન્દુસ્થાનમાં પોતાને અધિકાર જમાવવાને શકિતવાન થયે હતો. અકબરે રાજ્યગાદીને સ્વતંત્ર અધિકાર પિતાના હાથમાં લીધું કે તુરત જ તેણે સર્વત્ર સુવ્યવસ્થા કરી દીધી, લશ્કરી અમલદારેને વશ કરી લીધા અને બાદશાહીના જે જે પ્રાંત બીજા કબજે કરી બેઠા હતા, તે જીતી લીધા. અકબરે પ્રથમ પિતાના પિતાનું વેર વાળવા મારવાડના રાઠોડ નૃપતિને તાબે કરવા મારવાડ ઉપર હૂમલે કરી સુવિખ્યાત મેડતાને કિલ્લો જીતી લીધા. અકબરની પ્રચંડ સેના અને તેના બાહુબળને જેઈ અંબરરાજ બિહારીમલ અને તેને પુત્ર ભગવાનદાસ તેના તાબે થઈ ગયા. ભગવાનદાસે પોતાની બહેનને વિવાહ અકબર સાથે કરી રાજપૂત કુળને કલંકિત કર્યું હતું. અકબરે ધીમે ધીમે
* ભગવાનદાસને પુત્ર માનસિંહ અકબરને મુખ્ય સેનાપતિ થઈ પડ્યો હતો. તેણે પોતાની બહેનને શાહજાદા સલીમ સાથે ઈ. સ. ૧૫૮૮માં પરણાવી હતી.