________________
ઈતિહાસ
સઘળાં રાજપૂત રાજ્યને પિતાને તાબે કરી લીધાં હતાં. મારવાડના રાજા માલદેવે છેવટે હાર પામી પોતાની કન્યા અકબરને આપી હતી અને તેના પેટે શાહજાદા સલીમને જન્મ થયો હતો. અકબર રાજસ્થાનમાં ઘણું રાજ્યને પિતાના કબજે કરવા શકિતવાન થયો હતો; પરન્તુ મેવાડના મહારાણા વિરવર પ્રતાપસિંહને તે વશ કરી શકો નહોતો. તેણે ગમે તે ઉપાયે પ્રતાપસિંહને નમાવવાનો નિશ્ચય કર્યો હતો અને તેથી તેણે ઈ. સ. ૧૫૬૮માં મેવાડની રાજધાની ચિત્તોડ ઉપર હૂમલો કરી તે જીતી લીધી હતીપરંતુ પ્રતાપસિંહને તે કબજે કરી શકે નહેતો. ઈ. સ. ૧૫૭૬માં ફરીને મેવાડ ઉપર ચડાઈ લઈને તેણે સેનાપતિ માનસિંહને મોકલ્યા હતા. આ વખતે હલદીઘાટના મેદાનમાં મોગલ અને રાજપૂત સૈનિકે વચ્ચે મહા ભયંકર યુદ્ધ થયું હતું અને તેનું શું પરિણામ આવ્યું તે આપણે વાંચી ગયા છીએ. એટલે તે સંબંધી નવેસરથી વિવેચન કરવાની અગત્ય નથી. ટુંકામાં એટલું કહેવું બસ થશે કે એ યુદ્ધમાં રાજપૂતોને પરાજય અને મોગલેને વિજય થયો હતો, પરંતુ તેઓ તેમને નમાવી શક્યા નહોતા.