________________
ઈતિહાસ
૧૫
અને અન્ય સરદારની સહાયથી પ્રતાપસિંહે પોતાના રાજ્યમાં સુધારો કર્યો, સૈન્યના મુખ્ય મુખ્ય સરદારોને જાગીર આપવા માંડી, રાજધાની કેમલમેરને મજબૂત બનાવ્યું તથા બીજા પહાડી કિટલા જે તેના કબ્બામાં હતા, તેને પણ મજબૂત બનાવ્યા. આ સમયે દિલ્હી અને યુરોપ વચ્ચે વ્યાપાર ચાલતો હતો. તેને માર્ગ મેવાડમાં થઈને સુરત અને બીજા બંદર મારફત હતા; તે પ્રતાપે લૂંટ ચલાવ્યાથી બંધ પડયો; આવી રીતે પ્રતાપસિંહ પિતાની દઢ પ્રતિજ્ઞા મુજબ મેવાડનું રાજ્ય ચલાવતા હતા. તે સમયમાં મોગલ સેનાપતિ અંબરને રાજા માનસિંહ જ્યારે દક્ષિણમાં જીત મેળવીને દિલ્હી પાછો ફરતો હતો, ત્યારે પ્રતાપસિંહે તેને પોતાની મુલાકાત લેવાને માટે બેલા. માનસિંહ. રાણા પ્રતાપનું આમંત્રણ રવીકારી તેની રાજધાની કમલમેરમાં આવ્યો, ઉદયસાગર સરોવરના તટે તેના માટે તંબુ નંખાવી તેને પ્રતાપસિંહે ઉતારે આપ્યો અને તેના માટે જમવાની તૈયારી કરાવી. પ્રતાપસિંહ પિતાના કુમાર અમરસિંહને માનસિંહનું સ્વાગત કરવાનું કહી ત્યાંથી ચાલ્યો ગયો. માનસિંહ જમવા બેઠે; પરંતુ રાણાને નહિ જોતાં તેણે અમરસિંહ રાણાની ગેરહાજરીનું કારણ પૂછ્યું. અમરસિંહે તેને આડે અવળો ઉત્તર આપ્યું, પરંતુ એથી માનસિંહના મનનું સમાધાન થયું નહિ. તે રાણાની ગેરહાજરીનું કારણ સમજી ગયા અને જગ્યા વિના પાટલા ઉપરથી ઊઠી ઊભો થઈ ગયો. થોડા સમય પછી પ્રતાપસિંહ અવી પહેચ્યો. અને પ્રતિસ્પર્ધીઓ વચ્ચે કેટલાક સમય ગરમાગરમ તકરાર ચાલી. છેવટે માનસિંહ કૈધે ભરાઈ, પિતાને થયેલ અપમાનને બદલો લેવાનું કહી એકદમ ચાલ્યો ગયો. પ્રતાપસિંહે તેની સહેજ પણ દરકાર કરી નહિ. માનસિંહે આગ્રા જઈને અકબરને પોતાના અપમાનની વાત કરી, જે સાંભળીને તે ગુસ્સે થયો. તેણે તુરત જ માનસિંહને પ્રચંડ સૈન્ય લઈને પ્રતાપને કબજે કરવાને મોકલ્યો.
શહેનશાહ અકબરને જન્મ ઈ. સ. ૧૫૪ર ના માહે ઓકટોબર તા. ૧૫ મીએ હુમાયુની બેગમ હમિદા બાનુના પેટે અમરકોટમાં થયો હતો. ઈ. સ. ૧૫૫૬ના જાન્યુઆરી માસમાં હુમાયુનું મૃત્યુ થયું, ત્યારે અકબર પંજાબમાં હતો. અકબર તેના પિતાના મૃત્યુની ખબર અમૃતસરની પાસે કલાનું સ્થાનમાં સાંભળતાં દીહી આવ્યો અને કેટલાક દિવસ શેક પાળ્યા પછી તે રાજસિંહાસને બેઠે. અકબર રાજગાદી ઉપર આવ્યા, ત્યારે તેની અવસ્થા નાન હતી; તેથી રાજયનો બધો કારભાર પ્રધાનમંત્રી ખાનખાના બહેરામખાં