________________
૧૨.
મેવાડને પુનરુદ્ધાર
સંભવિત નથી. હું અત્યારે જ આ આવાસને અને તમારે ત્યાગ કરીને ચાલ્યો જાઉં છું. જે પરમાત્માની કૃપાથી આપણું લગ્ન થવાનું જ હશે, તે પછી કાઈ પણ ઉપાયે આપણે સમાગમ થશે જ. અહીંથી ગયા પછી મારી ઉન્નતિ કરવાને હું અવિશ્રાંત પરિશ્રમ કરીશ અને જો તેમ કરી શકો, તે આજથી લગભગ બાર માસ પછી અને તમને મળવા આવીશ. તે સમયે જે તમારા પિતાશ્રીના વિચારો ફેરવાયા હશે તે ઠીક, નહિ તો પછી કોઈ એક નિર્જન સ્થળે ચાલ્યો જઈશ અને ત્યાં જ આ દુઃખી જીવનને પૂર્ણ કરીશ.”
ચંપા અનિમિષ નયનાએ વિજયના સુંદર મુખ તરફ જોઈ રહી. વિજય ત્યાંથી તુરત જ ચાલ્યો ગયો. એારડાની બહાર તે નીકળે એટલે એક નોકરે તેના હાથમાં બંધ કરેલું એક પરબીડિયું આપ્યું. વિજયે તે લઈ લીધું અને તેને પિતાના વસ્ત્રોમાં છુપાવી મહાલયને ત્યાગ કરી ગયો. તે કયાં ગયો એ તો અમે અત્યારે કહી શકતા નથી, પરંતુ આગ્રાના રાજમાર્ગે થઈને તે ક્યાંક અદશ્ય થઈ ગયે, એટલું જ માત્ર અમે અત્યારે જાણીએ છીએ.
વિજયના ચાલ્યા જવા પછી ચંપા ગહન વિચારમાં પડી ગઈ. અત્યારના બનાવથી તેનું હૃદય ખિન્ન થઈ ગયું હતું. અને તેનું સમસ્ત શરીર પ્રસ્વેદથી રેબઝેબ થઈ ગયું હતું. વિજયનાં આજનાં વર્તનથી તેના હૃદયને સખ્ત આઘાત થયો હતો. તે બારી પાસેથી ધીમે ધીમે એારડાના મધ્યભાગ સુધી આવી તો ખરી; પરંતુ તેનું મસ્તક ચકર ચકર ફરવા લાગ્યું, તેની આંખોએ અંધારાં આવી ગયાં અને તે મૂચ્છ ખાઈને જમીન ઉપર ઢળી પડી,
પ્રકરણ ૩જુ
ઈતિહાસ "Historical: novels gives us brilliant pictures of history wich from their vividness make a far deeper impression tnen the duller pages of historical text books."
M. Macmillan જે સમયે હિન્દુ મુસલમાનની કેટલેક અંશે ઐકયતા સાધનાર