________________
પ્રેમ-પરિણામ
પશુ મતે હવેથી મના કરી છે, તેની તમને ખબર નથી ?”
“ના, તે સંબંધી મને કશી પણ ખબર નથી; પરંતુ તમારા પિતાશ્રીની એ આજ્ઞા વિષે તમે શું વિચાર કર્યાં ?' વિજયે ખિન્નતાથી પૂછ્યુ “એ જ કે મારે પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે વવું.”ચ'પાએ ઉત્તર આપ્યા.
૧૧
“જો એમ છે, તેા પછી અત્યારસુધી તમે મારા પ્રત્યે જે પ્રેમ રાખતાં હતાં, તે કૃત્રિમ હતેા-મિથ્યા હતા, એમ જ ને ?'' વિજયે સહેજ ભ્રકુટી ચડાવીને પૂછ્યું, તેણે અભિમાનથી તુરત જ ચંપાના કામળ કરને છેડી દીધા.
વિજયના એ પ્રશ્નથી ચંપાને દુઃખ થયું'. તેની આંખેામાંથી ફરીને આંસુ નીકળવા લાગ્યાં. તેણે નમ્ર સ્વરે કહ્યું, “વિજય ! તમારા પ્રત્યે મારા પ્રેમ ક્રેવે! શુદ્ધ અને નિમ ળ છે, તે મારું મન જ જાણે છે. મારા હૃદયમાં રહેલા એ પ્રેમને હું શી રીતે તમને દર્શાવું ? તમારા અંતઃકરણુને જ પૂછી જૂએ કે હું તમને કેટલા બધા પ્રેમથી ચાહું છું.”
“મારા અંતઃકરણુને પૂછવાની કશી આવશ્યક્તા નથી, ચ’પા ! તમે જો તમારા પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે વવાનો નિશ્ચય કર્યો હોય તા ભલે, મને તેની દરકાર નથી. હું આ ક્ષણે જ તમારા આવાસના ત્યાગ કરીને ચાલ્યે જાઉ... છું. એક શ્રીમત ગૃહસ્થની પુત્રી ઉપર પ્રેમ કરવામાં મેં ગંભીર ભૂલ કરી છે અને તેથી તેનું પરિણામ મારે ભાગવવું જ જોઈએ.” વિજયે અભિમાનથી કહ્યું.
ચ'પા પાણુની મૂર્તિ સદશ સ્થિર થઈ ગઈ. તેણે એક દી નિશ્વાસ મૂકીને કહ્યું. “વિજય ! તમે મને અન્યાય કરે છે. પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે મારે વવું જોઈએ; પરંતુ એથી તમારે એમ સમજી લેવાનું નથી કે હું તમને ચાહીશ નહિ. તમને અણુ કરેલુ. મારું હૃદય કાળાંતરે પણ કાર્યનુ થશે નહિ એ ચેાક્કસ માનજો. પિતાશ્રીની આજ્ઞાના તિરસ્કાર કરવાનું મારામાં અત્યારે તેા સાહસ નથી; પરંતુ હું તેમને વિનવીશ–કાલાવાલા કરીશ અને આપણુ ઉભયનું લગ્ન થાય એવા પ્રવાસ પશુ કરીશ; માટે વિજય । ભલા થઈને તમે થોડા સમય અહીં જ રહે. પરમાત્મા મહાવીરની કૃપાથી સ સારું જ થશે.’
“તમારા પિતાશ્રી કર્દિ પણુ આપણુ ઉભયનું એકખીજા સાથે લગ્ન કરે એ