________________
ભ્રાતૃસ્નેહ
પ્રતાપસિંહ ઝાલારાજની વિનતિને સ્વીકાર કરી સમરક્ષેત્રને ત્યાગ કરવા પોતાના અશ્વ ચેતકને એડી મારી, એટલે તે નિમકહલાલ અશ્વરાજ કમલમેર તરફ જોરથી દેડવા લાગ્યો. પ્રતાપસિંહના શરીરે જેમ અનેક જખમ થયા હતા, તેમ તેના સ્વામીભક્ત ચેતકને પણ અનેક જખમો થયા હોવાથી તે બરાબર દોડી શકતો નહોતો; પરંતુ પિતાના સ્વામીની ઈચ્છાને જાણી તેને બચાવ કરવાની ખાતર તે પોતાના સમસ્ત બળને એકઠા કરીને દેડયે જતા હતો. પ્રતાપસિંહના નાસી જવાની ખબર કેઈ પણ મોગલ સરદારો કે સૈનિકને પડી નહોતી; પરંતુ એક મોગલ સરદાર કે જે યુદ્ધ થતું હતું ત્યાંથી જરા દૂર ઊભે હતો તેણે રણક્ષેત્રમાંથી કોઈને નાસી જતાં જોઈને પિતાના બે ઘોડેસ્વારીને તેની તપાસ કરવાને તેની પાછળ દોડાવ્યા. પ્રતાપસિંહે થોડે દૂર ગયા પછી અશ્વને ધીમે ધીમે ચલાવવા માંડે; પરંતુ એટલામાં ઘડાની ખરીએના અવાજ સાંભળતાં તેણે પાછળ જોયું, તો બે મેગલ સ્વારે પોતાના તરફ આવતા હતા. એ જોઈને પ્રતાપે ચેતકને પાછો જોરથી દેડાવવા માંડશે. અશ્વરાજ ચેતક પવનવેગે ચાલ્યા જતો હતો, એટલામાં માર્ગમાં એક નદી આડી આવી. પ્રતાપસિંહે અશ્વની લગામ જરા ખેંચી, પરંતુ સ્વામીભક્ત અશ્વ તેના કબજે રહી શક્યો નહિ અને તેણે એક જ કુદકે નદીને પેલે પાર પોતાના સ્વામીને મૂકી દીધા. પાછળ ચાલ્યા આવતા બને મેગલસ્વરો નદી પાસે આવીને અટકી ગયા. તેમણે પિતાના અશ્વોને નદીને પેલે પાર જવા ઘણી એડીએ મારી, પરંતુ તેઓ નદી પાર કરવાને અશક્ત હોઈ તેમની મહેનત વૃથા ગઈ. નદીને પાર કર્યા પછી પ્રતાપસિંહ અને ધીમે ધીમે ચલાવત આગળ વધતા હતા, ત્યારે માતૃભાષામાં પિતાને કાઈ બેલાવતું હોય, એમ તેને જણાયું. તેણે તુરત જ પાછી ફરીને જોયું તો એક ઘડેસ્વાર જોરથી પિતાના તરફ ઘેડો દેડાવ આવતા હતા. પ્રતાપસિંહે વિચાર કર્યો કે પ્રથમ બે મેગલ જેવા જણાતા ઘોડેસ્વારે આવતા હતા તેને બદલે હમણું આ એક જ ઘોડેસ્વારને જોઉં છું અને વળી તે મને માતૃભાષામાં બોલાવે છે, તેનું શું કારણ હશે ? તે આવનાર ઘોડેસ્વાર કોણ હશે ? શું શત્રુ હશે કે મિત્ર હશે ? ભલે, ગમે તે હોય. મને તેની શી દરકાર છે? એમ વિચાર કરી તેણે પોતાની કમ્મરે લટકતી તલવાર ઉપર હાથ નાંખ્યો કે તુરત જ પેલે ઘોડેસ્વાર તેની સન્મુખ આવી છે. પ્રતાપસિંહ એ ઘોડેસવારને જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયો અને તેને મુખ ઉપર ક્રોધની છાયા સ્પષ્ટ જણાવા લાગી. તે આવનાર ડેસ્વાર