________________
ભ્રાતૃસ્નેહ
બે ત્રણ સરદાર પ્રતાપસિંહની નજીકમાં આવી પહોંચ્યા. એક સરદારે ધીમેથી કહ્યું : “મહારાણા !”
રણમદને લઈ ઉન્મત થયેલા પ્રતાપસિંહે જાણે કાંઈ સાંભળ્યું જ ન હોય તેમ પૂર્વની પેઠે જ લડવાનું ચાલુ રાખ્યું, એટલે તે સરદાર જરા જોરથી બેલી ઊઠે. “મહારાણા!”
પ્રતાપસિંહે આ વખતે તે સરદાર પ્રતિ જોઈને મંદ સ્મિતથી પૂછયું. “કેમ ઝાલાપતિ! શું ખબર છે ?”
તે સરદાર કે જેનું નામ ઝાલારાજ માનસિંહ હતું, તેણે વિનયથી કહ્યું. “મહારાણું મેવાડપતિ ! સાવધ થાઓ. આપણું સૈન્યમાં મોટી ખુવારી થઈ ગઈ છે અને શત્રુન્ય જોર ઉપર આવી ગયું છે; માટે આ વખતે આપણને વિજય મળે તેમ જણાતું નથી. આપ હવે સાહસ કરવાનું મૂકી દે, કેમકે ન કરે નારાયણને કદાચ અવળો બનાવ બની જાય, તો મેવાડના પુનરુદ્વારની સર્વ આશાને નાશ થશે. આ૫ જે આ યુદ્ધમાં બચશે, તો ભવિષ્યમાં યે અવસરે શત્રુઓને આપણે હાથ બતાવી શકશું અને પરમાત્માની કૃપા હશે, તો મેવાડની સ્વતંત્રતા પુનઃ મેળવવા ભાગ્યશાળી થશે.”
પ્રભાતસિંહના મુખ્ય પ્રધાન ભામાશાહે કહ્યું. “મહારાણું ! ઝાલારાજ કહે છે, તે અક્ષરશઃ સત્ય છે. આપ જે સાહસ કરીને પ્રાણનું જોખમ અત્યારે જ વહેરી લેશે, તો ભવિષ્યમાં પ્રિય દેશ મેવાડની શું સ્થિતિ થશે, તેને આપ જરા વિચાર કરી જુઓ.”
પ્રતાપસિંહે આશ્ચર્ય પામતાં કહ્યું. “ઝાલારાજભામાં શાહ ! તમે બને કેમ આમ નિરુત્સાહ થઈ ગયા છે ? પ્રાણુત કષ્ટ સહન કરવા છતાં શું આપણને વિજય મળી શકશે નહિ? ભગવાનની આ ૫ણ ઉપર અવકૃપા હશે અને આપણે પરાજય નિશ્ચિત થઈ ગયો હશે, તો પછી આ ક્ષયભંગુર દેહને માટે આટલી બધી ચિંતા શી ? હતો વા પ્રવૃતિ સ્વ નિરવા વાક્ય મહિમ્ એ સૂત્રને તમે કેમ ભૂલી જાય છે ?”
મેવાડપતિ! અમે ક્ષત્રિયોને એ ઉમદા સૂત્રને સહેજ પણ ભૂલી ગયા નથી, પરંતુ જયની જરા પણ આશા રહેલી નથી અને વિશેષમાં કુમાર અમરસિંહ પણ ઘાયલ થયેલ છે, તેમ છતાં નિરર્થક પ્રાણુ ગુમાવવા, એ શું યોગ્ય છે ? અમારે સર્વને વિચાર એ છે કે, જો આ યુદ્ધમાંથી આપને