________________
30
મેવાડનો પુનરુદ્ધાર
પ્રકરણું ૧ યુ.
ભ્રાતૃસ્નેહ.
उत्सवे व्यिसने चैव दुर्भिक्षे शत्रुविग्रहे । राजद्वारे स्मशाने च यः तिष्ठति सः बान्धवः ॥
વિક્રમ સંવત્ ૧૬૩૨ ના પવિત્ર શ્રાવણ માસના શુક્લ સપ્તમીને દિવસ, (જુલાઈ ઈ. સ. ૧૫૭૬) મેવાડના ઈતિહાસમાં સેનેરી અક્ષરેથી કાતરાયેલા અને યાદ રાખવા યાગ્ય ગણાય છે. આ દિવસને પવિત્ર ગણી કે અપવિત્ર ગણા અથવા તેા તેને શુભ કહે કે અશુભ કહે; પરંતુ તે દિવસે મેવાડના સુપુત્રાએ સ્વદેશ અને સ્વતંત્રતાના રક્ષણ માટે હલ્દીધાટના ચાળીસ કેસના ચારસ પ્રદેશમાં પેાતાનું ઉમદા લેાહી રેડયું હતું. મેવાડના વીર કેશરી રાણા પ્રતાપસિંહૈ, તેના શૂરવીર સરદારાએ અને તેના નિમકહલાલ સૈનિકાએ સમરક્ષેત્રમાં તે દિવસે જે અસીમ સાહસ અને અતૂલ શૌય દર્શાવ્યું હતું, તે ખરેખર અસાધારણ હતું. એક બાજુ અસંખ્ય અને વિશાળ મેાગલ સૈન્ય હતું અને તેની સામી બાજુએ માત્ર બાવીશ હજાર રાજપૂતા હતા. હલ્દીધાટના પ્રદેશમાં એક બાજુ પ્રતાપી પ્રતાપસિંહ અને ખીજી ખાજુએ રણુકુશલ મેાગલ સેનાપતિ માનસિંહ હતા. ઉભય રાજપુત હતા, બળવાન હતા અને બુદ્ધિસંપન્ન હતા; પરંતુ સ્વદેશની સ્વતંત્રતા માટે લડનાર પ્રતાપસિંહ કયાં અને થેાડાલેાભને ખાતર મેાગલ શહેનશાહ અકબરના ગુલામ થનાર માનસિંહ કયાં ? એકે સ્વદેશના રક્ષણ માટે પ્રાણાન્ત કષ્ટો સહન કરી મેવાડના પુનરુદ્વાર કર્યાં અને ખીન્નએ પેાતાના દેશને પરતંત્ર કરવા માટે જ યુદ્ધ કર્યું.
એક તરફથી હર હર મહાદેવ અને ખીજી તરફથી અલ્લાહે અકબરના ભીષણ અને ગગનભેદી અવાજો કાનને ફાડી નાંખતા હતા. શૂરા અને મરણીયા થયેલા રાજપૂતા ભૂખ્યા સિંહની જેમ મુસલમાનેા ઉપર તૂટી પડયા હતા.