________________
મેવાડને પુનરુદ્ધાર
પ્રતાપસિંહને નાનો ભાઈ શક્તસિંહ હતા. આ બંને ભાઈને બાલ્યાવસ્થાથી આહેરિયા નામક મહોત્સવ ઊજવતાં દુશ્મનાવટ બંધાણ હતી. પ્રતાપસિંહે પિતાના ભાઈ શક્તસિંહને મેવાડને ત્યાગ કરી જવાની તે સમયે આજ્ઞા કરેલી હોવાથી તે મોગલ શહેનશાહ અકબરને શરણે ગયા હતા. બાદશાહે તેને પિતાના સૈન્યમાં સારો હોદો આ હતા. બાદશાહ અકબરની કુટીલ રાજનીતિથી અનેક કુલાંગાર રાજપૂતો તેના પક્ષમાં ભળી ગયા હતા અને દેશના શત્રુ બની બેઠા હતા. શક્તિસિંહ પોતાના બંધુ ઉપરનું વેર વાળવાની ખાતર આ યુદ્ધમાં ભાગ લેવાને આવ્યો હતો, પરંતુ તેણે જ્યારે પિતાના જ્યેષ્ટ બંધુને ઘાયલ થઈને લડાઈને મેદાનમાંથી નાસી જતો જોયે, ત્યારે તેનું હદય ભ્રાતૃસ્નેહથી કામળ બની ગયું અને પોતાના જ્યેષ્ટ બ્રાતાની દેશદાઝ અને તેની સ્વદેશભક્તિ જોઈને તેની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. પિતાના બંધુને આવા દુઃખના સમયમાં અવશ્ય સહાય કરવી જોઈએ એમ વિચારી શક્તસિંહ તુરત જ ઘોડેસ્વાર થઈ પ્રતાપસિંહ જે દિશા તરફ ગયો હતો, તે તરફ રવાના થયો. થોડે દૂર જતાં મોગલ ઘેડેસ્વારને પિતાના બંધુ પાછળ દોડયા જતા જોઈને તે તુરત તેમની પાસે પિતાને ઘડે દેડાવી ગયો અને તેમની સાથે યુદ્ધ કરીને બનેને પરલોક પહોંચાડી દીધા. 5
શક્તસિંહ જે કે પિતાને લઘુ બધુ હતો, પણ તે મેવાડને શત્રુ બનીને મોગલોનાં શરણે ગયા હતા અને તેના પક્ષમાં રહીને ખુદ જન્મભૂમિને પરતંરા કરવાને માટે જ આ યુદ્ધમાં આવ્યો હતો. તેથી પ્રતાપસિંહ તેને જોઈને કુદ્ધ થયું. તેણે પોતાની તલવારને ધ્યાનમાંથી અધી બહાર ખેંચતાં કહ્યું, “કાણુ શક્તિસિંહ ? આવી રીતે મને એકલે નાસી જતો જોઈને શું તું મારા પ્રાણ લેવામાં આવ્યો છે કે ? ભલે, ચલાવ તારી તલવારને.”
શક્તસિંહે ગદ્ગદ્દ કંઠે કહ્યું. “મોટા ભાઈ ! હું આપના પ્રાણ લેવાને નથી આવ્યું, પરંતુ મેં કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત લેવામાં આવ્યો છું.”
એમ કહીને તે ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયા અને પ્રતાપસિંહને વિનયથી નમસ્કાર કરીને સામે ઊભો રહ્યો. પ્રતાપસિંહ શક્તસિંહનું આ વર્તન જોઈને વિચાર કરવા લાગ્યું કે શું આમાં મેગલનું કાંઈ કપટ તો નહિ હોય ને ? પ્રતાપસિંહે કાંઈ ઉત્તર આપે નહિ, એટલે શક્તિસિંહે કહ્યું. “મેવાડપતિ! શું વિચાર કરે છે ? આપના કુળકલંક ભાઈને અને મેવાડનાં શત્રુને તલવારથી આપ પ્રયશ્ચિત્ત આપતાં કેમ અચકાઓ છો ?”