________________
મેવાડને પુનરુદ્ધાર
બચાવી શકીએ, તે કાળાંતરે પણ મેવાડને પુન: સ્વતંત્ર કરી શકશું. માટે મહારાણું! કૃપા કરીને અમારી વિનતિને સ્વીકાર કરે અને રણભૂમિને સત્વર ત્યાગ કરો.” ઝાલાપતિ માનસિંહે વિનતિના રૂપમાં કહ્યું.
મહારાણા! આપને આપના પ્રાણની કાંઈ કિંમત ન હોય તો ભલે; પરંતુ મેવાડના ઉજ્વળ ભવિષ્યને વિચાર કરી તથા અમારા ઉપર યા લાવી ઝાલારાજની વિનતિને સ્વીકાર કરો.” મંત્રી ભામાશાહે પણ વિનતિ કરી.
પ્રતાપસિંહે ઘડીભર વિચાર કરીને ઉત્તેજીત સ્વરથી કહ્યું. “મારા પ્રિય સરદાર ! તમારી વિનતિ વ્યાજબી હશે, એમ હું માનું છું અને તેને જો હું સ્વીકાર નહિ કરું, તે તમને દુઃખ થશે, એ પણ હું જાણું છું; તેમ છતાં હું તમારી વિનતિને સ્વીકાર કરી શકતો નથી. તમે મને યુદ્ધક્ષેત્રને ત્યાગી જવાનું સૂચવો છે, પણ તેથી શું બાપારાવળના વંશજોને શિરે કલંક નહિ ચુંટે ? શું પ્રતાપસિંહ પિતાના સરદારો અને સૈનિકોને યુદ્ધમાં મૃત્યુના મુખમાં છોડી, દેશ પ્રત્યે બેવફા થઈને રણક્ષેત્રમાંથી ચાલ્યા જશે કે ?'
મહારાણાને આગ્રહથી સમજાવવાને આ સમય નથી, એમ વિચારી ઝાલારાજ માનસિંહે પ્રતાપસિંહના સેવક પાસેથી રાજછત્ર લઈ લીધું અને તેને પિતાના એક અનુચરને આપી તેને પોતાના શિરે ધરી રાખવાની આજ્ઞા ફરમાવી. એ રીતે કૃત્રિમ મેવાડપતિ બનીને માનસિંહ પિતાના શરા સૈનિકે સાથે યવન સેનામાં ઘુસી ગયો અને વીરતાપૂર્વક યુદ્ધ કરવા લાગે. મંત્રી ભામાશાહે મહારાણુને એક વખત ફરીથી સમારક્ષેત્ર ત્યાગી જવાની આગ્રહથી વિનતિ કરી. પ્રતિપસિંહ આ સર્વ ઘટના જોઈને આશ્ચર્ય પામ્યું. તેણે વિચાર કર્યો કે જયારે જયની એક પણ આશા રહી નથી, ત્યારે નાહક પ્રાણુ ગુમાવવા અને મેવાડને સદાને માટે પરતંત્રતાની બેડીમાં જકડી નાંખવું, એ ઉચિત નથી. ભગવાન એકલિંગજીની કૃપા હશે તો ભવિષ્યમાં મેવાડને સ્વતંત્રા કરવાને પુનઃ પ્રયત્ન કરીશ. માટે હાલ તે ઝાલારાજની વિનતિને સ્વીકાર કરવો, એ જ ગ્ય છે. સાથુનયને અનિચ્છાએ પણ પ્રતાપસિંહે સમરભૂમિને ત્યાગ કરવા પિતાના પ્રિય ઘોડા ચેતકને બીજી દિશામાં ફેરવી એડી મારી. ચેતક સ્વામીની ઈછા સમજી જઈને સમરક્ષેત્રને ત્યાગ કરી દેડવા લાગ્યો.
હદીઘાટના યુદ્ધમાં વૈદ હજાર રાજપૂત વીરોના પ્રાણનું બલિદાન અપાયું હતું અને મોગલ સૈન્યના સેનાપતિ રાજા માનસિંહના ગળામાં વિજય. માળા આરે પાણી હતી