________________
મેવાડને પુનરુદ્ધાર
મેગલ સૈનિકે પણ બહાદૂરીથી લડી રહ્યા હતા. તરવાર, ભાલાઓ અને તીરો સામસામે ઉછળી રહ્યા હતાં અને તેથી સૈનિકોના માથાં ધડથી જુદાં થતાં વાર લાગતી નહતી. હદીધાટને પ્રદેશ લોહીથી તરબોળ થઈ ગયે હતો. આ સમયે રાણા પ્રતાપસિંહ રાજા માનસિંહને પોતાના બાહુબળને અનુભવ કરાવવાને તલપાપડ થઈ રહ્યો હતો અને તેથી તે તેને ખાળી કહાડવાને પોતાના સૈન્યના મોખરે આવીને ઘુમતા હતાપરંતુ માનસિંહ મેગલ સૈન્યની છેક પછવાડે હોવાથી પોતાની ઈચ્છા પૂર્ણ કરવાનું પ્રતાપથી બની શકયું નહિ. ક્રોધાંધ થઈને તથા વિકરાળ સ્વરૂપ ધારણ કરીને એક ગાંડા મનુષ્યની જેમ પિતાની તલવારને ચલાવતો તે ઘુમવા લાગે. પ્રતાપના અમાનુષી શૌર્યને જોઈ મેગલ સરદારો અને સૈનિકે કેવળ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. જનની જન્મભૂમિના ઉદ્ધારને માટે પોતાના પ્રાણની પણ પરવા રાખ્યા વિના એક સરખા આવેશથી લડનાર પ્રતાપસિંહને અપૂર્વ બળને જોઈ શત્રુઓ આશ્ચર્યમુગ્ધ થાય તો તેમાં શું નવાઈ ?
મેવાડના મહારાણા પ્રતાપસિંહ સૈન્યની દેખરે રહીને લડતાં હેવાથી તેમના શરીર ઉપર અનેક જખમો થયા હતા. પ્રતાપસિંહના અસામાન્ય બાહુબળને જોઈને મોગલ સરદારો તથા સર્વ સૈનિકે તેને જ પ્રથમ નાશ કરવાનો વિચાર કરી તેની આસપાસ ઘેરો ઘાલીને લડતા હતા અને પ્રતાપસિંહને જીવતાં જ પકડી લવાના અથવા તો તેમને નાશ કરવાના પ્રયાસમાં પડ્યા હતા. આ સમયે પ્રતાપી વીર પ્રતાપસિંહની સ્થિતિ બહુ કફોડી થઈ પડી હતી. અસંખ્ય મોગલ સૈન્ય સામે પિતાનું મુઠ્ઠીભર સૈન્ય પરાજય પામતું જતું હતું અને પિતાને વિજય પ્રાપ્ત થવો બહુ મુશ્કેલ છે, એમ જાણતાં છતાં સમરક્ષેત્રમાંથી એક ડગલું પણ પાછા હઠવાનું ઉચિત માન્યું નહિ. તે તે એક સરખા આવેશથી અને ઉત્સાહથી મોગલ સામે લડી રહ્યા હતા. મહારાષ્ટ્ર પ્રતાપસિંહની વિકટ સ્થિતિ જોઈ સમસ્ત રાજપૂતે તેમના રક્ષણને માટે પ્રબળ પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે મોગલ સૈન્ય તેમના વિનાશ કરવાને માટે આતૂર થઈ રહ્યું હતું. થડે વધારે વખત જો આ પ્રમાણે ચાલ્યા કરે તો રજપૂતની સર્વ આશા નષ્ટ થવાને અને મેવાડને સૂર્ય અસ્ત પામવાને અવસર આવી પહોંચે તેમ હતું. પ્રતાપસિંહની પાસે અને તેની છાયાની પેઠે ઊભા રહીને યુદ્ધ કરનારા સરદારે આ વસ્તુસ્થિતિ સમજી ગયા અને તેથી તેઓ ગમે તે ઉપાયે પિતાના મહારાણાને બચાવવા નિશ્ચય ઉપર તુરત આવી ગયા. એક ક્ષણને પણ વિલંબ કર્યા વિના,