________________
મારવા મરવાના વિચારો અને વતન ઈત્યાદિ અશુદ્ધ પ્રવૃતિ છે આમાં દર્શન ઉપયોગ સામાન્ય છે અને જ્ઞાન ઉપગ વિશેષ છે. એ બંનેની યથાયોગ્ય ઘટના કરી લેવી. શુદ્ધ પ્રવૃત્તિથી કમની નિર્જરા અને મોક્ષ પ્રાપ્તિ. શુભ પ્રવૃત્તિથી દેવ મનુષ્યની ગતિ, અશુભ પ્રવૃત્તિથી તિર્યંચની ગતિ અને અશુદ્ધ જ્ઞાન દર્શન ઉપયોગથી નરકની ગતિલાયક કર્મ બંધાય છે સમ્યકત્વના સંબંધથી તે જ્ઞાનાદિ સમ્ય –બરાબર કહેવાય છે અને મિથ્યાત્વના સંબંધથી તે મિથ્યા જ્ઞાનાદિ કહેવાય છે.
જે જ્ઞાનમાં વસ્તુતવને વિપરીત બોધ હોય છે તેને મિથ્યાત્વ કહે છે. બગીચાનાં વૃક્ષે જેમ પાણીથી વૃદ્ધિ પામે છે તેમ આ વિપરીત બંધ રૂપ મિથ્યાત્વથી કમરૂપ વૃક્ષે વૃદ્ધિ પામે છે.
મેહનીય કર્મના બે ભેદ છે, એક દર્શન મેહનીય અને બીજે ચારિત્ર મેહનીય. દર્શન મેહનીય કર્મ સત્ય વસ્તુમાં શ્રદ્ધા કે દઢતા થવા દેતું નથી, અને ચારિત્ર મેહનીય કર્મ જાણવા પ્રમાણે વર્તન કરતાં અટકાવે છે. જ્ઞાન અને દર્શનનાં આવરણ દૂર થતાં વસ્તુને વસ્તુ રૂપે જાણું જોઈ શકાય છે પણ તે સાથે આ દર્શન મેહનીય કર્મ ઓછું થયું હોય તેજ તે વાત યથાર્થ છે એવી તેના ઉપર શ્રદ્ધા આવી શકે છે અને તે શ્રદ્ધા આવ્યા પછી ચારિત્ર મહની કર્મ ઓછું થતાં તે પ્રમાણે વર્તન કરાય છે.