________________
- ૧૭૦
છે, પુરૂષાર્થમાં પ્રેરનાર જ્ઞાન છે, અને મોક્ષનું સત્ય સાધન પણ જ્ઞાન છે, અનેક ચિંતાઓથી નિરાશ થયેલા જીએ તે તત્ત્વનું ચિંતન કરવું કે જેના ચિંતનથી વિકારે પણ નિર્વિકારતાને પામે, અને અજ્ઞાન જ્ઞાનતાને ભજે, નિરાબાધ, નિરાકુળતામય, અને સુખ સ્વરૂપ આત્માની અંદર જે નિર્મળ
તિ છે તે જ પરમ તત્વ છે, તે સિવાય બાકી જે કાંઈ આ વિશ્વમાં રહેલું છે તે તત્વ નથી પણ તે નિર્મળ તત્વને પરમ ઉપદ્રવ કરનાર કારણે છે. મેક્ષાભિલાષી એ આત્મતત્વ સિવાય બીજા કોઈ પણ તવને વિષે આગ્રહ કરે નહિં, કેમકે બધી બાજુ તરફથી આસક્તિ ખેંચી લીધા પછી જ નિર્વાણ સાધી શકાય છે. વધારે આગળ વધ્યા પછી તે “ હું કર્તા છું, મેક્ષ કાર્ય છે, જ્ઞાન હેતુ છે, સુખ એ ફળ છે ” આ એક પણ વિકલ્પ કલ્પનાતીત મોક્ષ માટે કરવાનું રહેતું નથી. આકાશમાં રહેલાં પુલ આકાશરૂપ થતા નથી.
જેમ આકાશમાં રહેલાં પુદ્ગલે આકાશપણને પામતાં નથી, તેમ આત્માની અંદર રહેલી કર્મની વર્ગણાઓ. આત્મપણાને પામતી નથી. સૂર્યની નજીક અને આડે આવેલાં વાદળાંઓ સૂર્યરૂપ થતાં નથી તેમ પૃવિ, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિરૂપ સ્થાવર નામ કર્મના વિકારે જેઓ આત્માની આજુબાજુ આવેલા છે તે આત્મારૂપ થતા