Book Title: Mahavir Tattva Prakash
Author(s): Vijaykesharsuri
Publisher: Vijaykamalkeshar Granthmala

View full book text
Previous | Next

Page 200
________________ ૧૮૫ વાળું છે તે જ્ઞાન તે બન્યું જ રહે છે, પણ જે જ્ઞાન વ્યવહારૂ છે, સાધન રૂપે છે, વિકાર પામનારૂં છે, ઈન્દ્રિયોની અપેક્ષા રાખનારું છે તે જ્ઞાનને ત્યાગ કરવામાં આવે છે. વિકૃત જ્ઞાનથી પદાર્થો અને કર્તવ્યને જાણીને જે વખતે સ્વ સ્વરૂપજ્ઞાનનું આલંબન લેવામાં આવે છે તે વખતે તે વિકૃતજ્ઞાન છુટી જાય છે-ખસી જાય છે. અર્થાત્ તેને ત્યાગ કરવામાં આવે છે. થડ કાપવાથી જેમ ફરીને પલ-ડાળાં પાંખડાંઓ ફુટી નીકળે છે પણ વૃક્ષના મૂળને કાપી નાખવા પછીથી ડાળાં પાંખડાઓ ફુટતાં નથી, તેમ જનમ મરણ આપનાર કર્મના એક ભાગને છેદવાથી વિકારે ફરીવાર પ્રગટ થાય છે, પણ તેના મૂળને નાશ કરવાથી ફરીને વિકરે પ્રગટ થતા નથી. જન્મ મરણ આપનાર કર્મને એક ભાગ તે શુભ તપશ્ચર્યા, વ્રત, જપ, અહિંસા, પોપકારાદિ કરીને અશુભ પયોયને નાશ કર્યો, નાશ કર્યો એટલે આવતાં અશુભ કર્મો અટકાવ્યાં, કેમકે શુભ કર્મ કરવાને વખત એટલે બધે લીધે કે અશુભ કર્મ કરવાને વખત ન મળે તેથી અશુભ કર્મ ઓછાં બાંધ્યાં, પણ તે શુભ કર્મને લઈને ઉત્તમ ગતિમાં, ઉત્તમ જાતિમાં, ઉત્તમ ગોત્રમાં જન્મ ધારણ કરવો પડવાને, ત્યાં બધા અનુકૂળ સંયે મળ્યા મન ગમતા પાંચ ઇન્દ્રિયના વિષયે ભેગવવાના મળ્યા, તેવા અનુકૂળ સંગોમાં રાગ કરવાથી અને પ્રતિકૂળ બાબતેમાં શ્રેષ કરવાથી તેમજ પાપ વધારનારાં આચરણે.

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204