________________
જ્ઞાનમાં નિત્ય લીન રહે છે તેવા મનુષ્યમાં આસક્તિને અભાવ હોવાથી ભેગો તેને સંસારના કારણરૂપ થતા નથી. બુદ્ધિમાન મનુષ્ય ઝાંઝવાનાં પાણીને અસત્ય માને છે અને તેના તરફ પાણી માનીને તે લેવા માટે પ્રવૃત્તિ કરતે નથી, તેમ વસ્તુગતે જેઓ આ સંસારના ભેગેને માયા જેવા જાણે છે તેઓ તે ભેગમાં રહેવા છતાં પણ તેનાથી લેપાતા નથી. તાત્વિક દષ્ટિએ જેઓ ભેગેના ખરા સ્વરૂપને દેખે છે તે ભવસાગરમાં પાછા આવતા નથી. જેના તરફ જેને અભાવ થયો છે તે વસ્તુ તરફ તેઓ પ્રવૃત્તિ કરતા નથી. ઝાંઝવાના પાણીને બરાબર ઓળખનાર શું તેના તરફ પ્રવૃત્તિ કરશે ખરો કે? નહિંજ, પણ જે મનુષ્ય ઝાંઝવાના પાણીને પાણી છે કે બીજું છે ? તેવી શંકાવાળો થઈને જે હું તે તરફ પાણી લેવા જઈશ અને તે નહિં મળે તે આંટો થશે, અથવા તે સાચે સાચું પાણું હશે અને હું તે તરફ પાણી માટે નહિં જાઉં તે પાણી વિના રહીશ, આમ સંશચવાળો હાયથી ઉગી થઈ ત્યાંજ ઉભો રહે છે, તેમ નિવાણના માર્ગમાં પણ ભયથી ઉગ પામેલે જીવ, મેક્ષમાં તાત્વિક સુખ હશે કે કેમ ? તે શંકાને લીધે પ્રવૃત્તિ કરતું નથી, અથવા ત્યાં તાત્વિક સુખ-પરમશાંતિ હશે તે હું તે વિના રહી જઈશ, અથવા ત્યાં શાંતિ નહિં હોય તે આ વર્તમાન કાળમાં મળેલા ભેગોને ત્યાગ કરીને છેવટે હું દુઃખી થઈશ, આમ સંશયાત્મક થઈને ત્યાંથી આગળ ન વધતાં છેવટે